પતિ વિરુદ્ધ ભરણ પોષણનો કેશ મુકવા ગયેલી મહિલા પર બળાત્કાર કરનાર હવસખોર સામે ફરિયાદ 

0
50

ગરુડેશ્વર તાલુકાની મહિલાને પત્ની તરીકે રાખવા વિશ્વાસ આપી પોઇચાના દિલીપ પરમારે બળાત્કાર કર્યાની મહિલાએ આપી ફરિયાદ 

રાજપીપળા : નર્મદા જિલ્લાના ગરુડેશ્વર તાલુકાના એક ગામમાં રહેતી પરણિત મહિલાને તેના પતિ સાથે અણબનાવ બનતા પતિ વિરુદ્ધ ભરણ પોષણનો કેશ મુકવા ગયેલી આ મહિલાના સંપર્કમાં નાંદોદ તાલુકાના પોઇચા ગામનો દિલીપ શાંતિલાલ પરમાર નામનો વ્યક્તિ આવ્યો દિલીપ આ અટવાયેલી મહિલા ની હકીકત જાણ્યા બાદ પતિ થી કંટાળેલી આ મહિલાની મજબુરીનો જાણે ફાયદો ઉઠાવવા આ મહિલાના સંપર્ક માં આવ્યા બાદ મહિલાને જણાવેલ કે તુ મને બહું ગમે છે તને મારે પત્ની તરીકે રાખવાની છે તેવુ કહી અવારા નવાર ટેલિફોનથી વાત કરી વિશ્વાસ આપી ગત તા.૦૮ માર્ચના રોજ મહિલાની ઇચ્છા ન હોવા છતા તેની મરજી વિરુદ્ધ આરોપીએ બળાત્કાર કરી ગુનો કરતા ભોગ બનનાર મહિલા એ આ બાબતે ગરુડેશ્વર પો.સ્ટે.માં દિલીપ પરમાર વિરુદ્ધ ફરિયાદ આપતા પોલીસે બળાત્કારની કલમ સાથે ગુનો દાખલ કરી હવસખોર દિલીપને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.તપાસ એમ.બી.વસાવા પીએસઆઇ ગરુડેશ્વર કરી રહ્યા છે.

ચીફ રિપોર્ટર,નર્મદા,ભરત શાહ,મો.નં.9408975050

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY