ઝેર ઓકતી ઓલપાડ સાઇનાઇડનું વીજ જોડાણ કપાયું

0
6

ભરૂચ,તા.૩૦
ભરૂચના આદિવાસી તાલુકામાં સાઇનાઇડના અંશ સાથે ઝેરી કચરો ખુલ્લામાં ફેંકનાર ઓલપાડની હિન્દુસ્થાન કેમિકલ્સ કંપની બંધ થઇ હતી. કચરો ફેંકવા બદલ પ્રદુષણ નિયંત્રણ બોર્ડ દ્વારા કંપનીને આપેલી ક્લોઝર નોટિસ અનુસાર કંપનીનો વિજ પુરવઠો કાપી નાંખતાં પ્લાન્ટ બંધ થઇ ગયો હતો.
ઉલ્લેખનીય છે કે, આ અગાઉ કંપનીને કચરો ફેંકવા બદલ પાંચથી વધુ વખત ક્લોઝર અપાયું હતું. પરંતુ કંપનીએ ક્લોઝર ઉઠાવા માટે આપેલા એક પણ વચનનું પાલન કર્યું નથી. ઉલ્ટાનું ખોટી રજૂઆતો કરીને પ્લાંટ શરૂ કરી દેતી હતી. પરંતુ આ વખતે પોલીસ કેસ થવાની સાથે કચરાના સેમ્પલ પણ મેચ થઇ જતાં હવે કંપની નવી મુશ્કેલીમાં મુકાવા પામી છે. જ્યારે બીજી તરફ ખેડૂત સમાજ દ્વારા પણ હાઇકોર્ટમાં ઇન્ટરવેન્શન અરજી તૈયાર થઇ છે. જેમાં કંપની દ્વારા જૂઠા વાયદાઓ કરાયા હોવાનું જણાવ્યું હતું.
કંપની પાસે અકસ્માત સર્જાય તો સાઇનાઇડના એન્ટી ડોટ પણ પૂરતી માત્રામાં નથી એટલું જ નહીં કંપનીનો કચરો હોવાનું જી.પી.સી.બીના એનાલિસીસ રિપોર્ટમાં સ્પષ્ટ થયું છે. અને તેના આધારે જ એફ.આઇ.આર. દાખલ થઇ હોવાથી કંપની દ્વારા ફરિયાદ ક્વોશ કરવાની અરજી કોઇ પ્રકારે ગ્રાહ્ય રાખી શકાય એમ નથી.
કંપનીના અત્યાર સુધીના વલણને કારણે જ તેના એક્સપાન્શનની પ્રક્રિયા ઉપર બ્રેક લાગી ગઇ હતી. અને આખરે નેશનલ ગ્રીન ટ્રીબ્યુશનના આદેશ બાદ તેનું એન્વાયરમેન્ટ કિલયરન્સ રદ્દ કરાયું હતું. તેં સમયે પણ કંપનીએ ઝીરો લિકિવડ ડિસ્ચાર્જ અથવા ઘન પાર્ટીકલ્સ એટલે કે પ્લાન્ટમાંથી સહેજ પણ ઝેરી કચરો બહાર ફેંકાય નથી. એની બાંહેધરી આપી હતી.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY