ઉદ્યોગપતિઅો ફરવા ઉપડ્યા અને કામદારો વતનમાં રોકાય ગયા
અંકલેશ્વર, તા.૧૪
૨૪ કલાક અને ૩૬૫ દિવસ ધમધમતી અંકલેશ્વર અૌદ્યોગિક વસાહતમાં પાંચમ પછી પણ હજુ દિવાળી વેકેશનનો જ માહોલ જાવા મળી રહ્ના છે.
અંકલેશ્વર અૌદ્યોગિક વસાહતના ૧૨૦૦ થી વધુ એકમો પૈકી મોટાભાગના ઉદ્યોગપતિઅો ઉત્તર ગુજરાત તેમજ સૌરાષ્ટ્રના છે. દિવાળી પૂર્વે જ તેઅો પરિવારજનો સાથે આ મહાપર્વની ઉજવણી કરવા માટે માદરે વતન રવાના થઈ જાય છે. આખુ વર્ષ ઉદ્યોગોમાં ધમધમાટ વચ્ચે વીતાવતા ઉદ્યોગ સંચાલકો દિવાળી વખતે અચૂક વતનભણી જ દોટ મુકે છે. તો બીજી તરફ વસાહતમાં કામ કરતા હજારો કામદારો પૈકી પણ મોટાભાગના કામદારો અન્ય રાજ્ય કે શહેર-ગ્્રામ્ય વિસ્તારના હોવાથી તેઅો પણ રવાના થાય છે. વળી, ઉત્તર ભારતીય સમાજનાં કામદારો માટે છઠ્ઠ પૂજનું અનન્ય મહત્ત્વ હોવાથી તેઅો પણ દિવાળી વખતે ઉત્તર પ્રદેશ બિહાર સ્થિત પોત પોતાનાં વતનમાં જવા માટે નીકળી જાય છે. આ પરિસ્થિતિને લઈને ઉદ્યોગો હાલ સૂનસાન બની ગયા છે. લાભ પાંચમ બાદ છઠ્ઠના દિવસે પણ ઉદ્યોગો શરૂ થયા ન હતા અને વસાહતમાં નીરવ શાંતિ વર્તાઈ હતી. વળી, શાળાઅોમાં હજુ વેકેશન ચાલી રહ્નાં હોવાથી પણ બહાર ફરવા ગયેલા ઉદ્યોગપતિઅો કે મધ્યમ વર્ગીય પરિવારો હજુ પરત આવ્યા નથી. યંત્રો મશીનોથી સદાયે ધમધમતી અંકલેશ્વર વસાહતનાં ઉદ્યોગોમાં હજુ આ સપ્તાહ પૂરતો રજા મજનો માહોલ રહેશે એમ હાલ લાગી રહ્નાં છે.
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"




