ભરૂચ શહેર ને અડીને આવેલ કોલેજ રોડ પર રેંકડીઓ નો રાફડો ફાટ્યો હોવાનું નજરે સ્પષ્ટ દેખાય છે પણ આરોગ્ય વિભાગ કે પોલીસ વિભાગ ની ચુપકીદી કેમ? કોલેજ ની આસપાસ ની લારીઓ માં બીડી સિગારેટ તમાકુ ગુટખા ની સાથે સાથે શુ શુ વેચાય છે તે તો રામ જ જાણે બાકી ત્યાં આસપાસ કોલેજો આવેલી છે ત્યારે તંત્ર વિદ્યાર્થીઓ ના ભવિષ્ય પર અસર પડે છે અને અન્ય આદતો પડતા વાલીઓ તકલીફ માં મુકાય છે માટે આ બાબતે તંત્ર સાબદુ બની તાત્કાલિક કોલેજોની આસપાસ 500 મીટર ના વિસ્તાર માં કોઈ પણ જાતના લારી ગલ્લા કે ખાદય પદાર્થો ની રેકડીઓ,પાર્ક કરેલા વાહનો કે અન્ય પથારાવાળાઓ,ટોઇલેટ ના સીટ વગેરે વેચનારા તંબૂ તાણી પડેલાઓ રાત્રે શુ વેચે છે તે બાબતે પોલીસ પણ દયાન આપે તે જરૂરી છે કેમકે ચર્ચાય છે કે આ પથારાવાળાઓ અને લારી ગલ્લાઓ પર સાંજ ઢળતા કેફી પીણાં ઓ નો વેપલો થાય છે અને યૌવનધન આડેરવાડે ચડતું હોવાની વાત પણ લોકમુખે ચર્ચાય છે ત્યારે પોલીસે સઘન ચેકીંગ હાથ ધરવું જોઈએ અને આ લારીગલ્લા અને પથારા વાળાઓને કોઈ ની પણ શેહ શરમ રાખ્યા વિના સૂચના આપી હટાવડાવવા જોઈએ તો જ વિદ્યા ધામો અભડાતા બચે ને વિદ્યાર્થીઓ નું ભવિષ્ય બગડતું અટકે નહીં તો કલાસરૂમ ને બદલે લારી ગલ્લાઓ પરજ અડિંગો જામેલોજ રહેશે માટે પોલીસ સતર્ક થાય અને આરોગ્ય તંત્ર રેડ પાડે તે જરૂરી છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




