ચંદનના લાકડા ચોરી કરતી ગેંગને ઝડપી પાડતી ભરૂચ એલ.સી.બી

0
273

ભરૂચ પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાનાઓ તરફથી જીલ્લામાં મિલકત સંબંધી ગુન્હાઓ અટકાવવા તેમજ અનડીટેકટ ગુનાઓ શોધી કાઢવા સુચના મળેલ હોય જે અનુસંધાને ભરૂચ એલ.સી.બીના ઇન્ચાર્જ પોલીસ ઇન્સ. જે.એન ઝાલાનાઓના માગદર્શન હેઠળ ભરૂચ એલ.સી.બી ના પો.સ.ઇ પી.એસ.બરંડા તથા પો.સ.ઇ વાય.જી.ગઢવી પો.સ.ઇ.કે.એમ.પટેલ નાઓ પેટ્રોલીંગમાં હતા દરમ્યાન મળેલ બાતમી આધારે ચંદન ચોરી કરતી ગેંગના કૂલ ૭ ઇસમોને પકડી કાયદેસરની કાર્યવાહી કરવામા આવેલ છે.અને વધુ તપાસ ચાલુ છે.

પકડાયેલ ઇસમોના નામ :-

(૧) શૈલેષભાઇ યુનીલાલ વસાવા રહે નવીનગરી શીરગામ તા.ઝગડીયા(૨) દોલતસીંગ અનોપભાઇ વસાવા રહે. ગુલાફળીયા પડવાણીયા તા.ઝગડીયા (3) સુદામા છુત્રસીંગ વસાવા રહે.મોરણ તા.ઝગડીયા(૪) મનુભાઇ ભીખજીભાઇ વસાવા રહે.સજણવાવ ખાખરીયા તા.નેત્રંગ (૫) યતીશચંદ્ર વેચાણભાઇ વસાવા રહે.ઢોલાર તા.નાંદોદ(૬) ભુપેદ્રભાઇ મોહનભાઇ ઠાકોર રહે.ખાનકુવા તા ઉમરેઠ જી આણંદ(૭) સોમાભાઇ અંબાલાલ ઠાકોર રહે ખાનકુવા તા ઉમરેઠ જી આણંદ

પકડાયેલ ઇસમો પાસેથી કબ્જે કરવામા આવેલ મુદ્દામાલ:

ચંદનના લાકડાના ટુકડા નંગ ર૭ જેનિ આશરે કિ રૂ ૨૬,૦૦૦/- તથા આરોપીની અગઝડતી માંથી મળી આવેલ રોકડા રૂ.૨,૭૬૫/- તેમજ મોબાઇલ નંગ-૦૭ કિ રૂ ૧૦,૫૦૦/- તેમજ હીરો સ્પેલન્ડર બાઈક 64-16-બીઆર 7052 કિ રૂ ૨૦,૦૦૦/- તથા ઇન્ડીકા ગાડી નં 6૩-16-7253 કિ રૂ ૭૦,૦૦૦/- મળી કુલ્લ મુદ્દામાલ કિ રૂ.૧,૨૯,ર૬૫/-નો મળી આવેલ છે જે તમામ મુદમાલ વધુ તપાસ અર્થે કબ્જે કરેલ છે.

ડીટેક્ટ ગુના:-

(૧) ઉમલ્લા પો.સ્ટે. ફર્સ્ટ ૧૦/૧૯ ઇ.પી.કો કલમ ૩૭૯ ૪૪૭ સોરાષ્ટ્ર વુક્ષછેદન ૧૯૫૧ ની કલમ ૩(એ) તથા મુંબઇ ફોરેસ્ટ રૂલ્સ ૧૯૪૨ નિયમ ૯૦ તથા ૯૧ મુજબનો ગુનો રજીસ્ટર્ડ થયેલ છે.

બ્યુરો : જંગ એ ગુજરાત,ભરૂચ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY