ભરૂચ જિલ્લા સહિત રાજ્યમાં સરકાર તરફથી NOTA ની માહિતી અને તેના અમલ માટે પ્રસિધ્ધિ કરવા માંટે અને અસરકારક પગલાં ભરવાની માંગ

0
15

ભરૂચ જિલ્લા અને ગુજરાત માં જ્યારે ચટણી નો માહોલ સર્જાયો છે ત્યારે સરકારે NOTA નો પ્રચાર અને માહિતી આપવામાં અભાવ રાખવામાં આવ્યો છે.

*તેથી આ બાબતે પ્રકૃતિ સુરક્ષા મંડળ તરફથી ભરૂચ જિલ્લા કલેકટર સાહેબ ને લેખિત માં આ NOTA ની વધુ પ્રિસિધ્ધિ થાય જેથી સુપ્રિલ કોર્ટ ના હુકમ નો અમલ થાય અને આપણા બંધારણ ની કલમ 21 નું અમલ થાય એવા પ્રયત્નો કરવા બાબત નો પત્ર લખ્યો છે.*

હાલ માં ઉમેદવારો પ્રત્યે ઘણા લોકો માં નારાજગી છે તેથી નારાજ મતદારો મત ના આપવા આવે એવા સંજોગોમાં મતદાર ની ટકાવારી ઘટી શકે છે. તેવા સંજોગો માં જો લોકો વધુ મત આપવા આવે અને જેને ઉમેદવાર ના પસન્દ હોય તેવા સંજોગોમાં NOTA નો ઉપયોગ કરી શકે છે.

NOTA બાબતમાં વિગતે જણાવીએ તો  ‘નોટા’’ .NOTA= None Of The Above શબ્‍દના પ્રથમ અંગ્રેજી અક્ષરો જોડીને ‘‘NOTA’’ (નોટા) શબ્‍દ બનાવાયો છે જેનો અર્થ થાય છે ઇ.વી.એમ.માં દર્શાવેલા ઉપર પૈકીના કોઇપણ ઉમેદવારને મતદાતા પોતાનો મત આપવા માગતો નથી.

ભારતના દરેક નાગરિકને બંધારણ દ્વારા અધિકાર અપાયો છે કે ચૂંટણીમાં ઉભેલા દરેક ઉમેદવારમાંથી મતદાતાને જો એક પણ ઉમેદવાર યોગ્‍ય ન લાગે તો તે કોઇપણ ઉમેદવારને મત ન આપવા માટે મતદાર મુકત છે અને આ બાબત સંપૂર્ણ ગુપ્‍ત રહેશે.સુપ્રીમ કોર્ટે ચૂંટણીમાં ઉભા રહેલા ઉમેદવારો પૈકી કોઇને પણ પોતાનો મત ન આપવાની અને તે બાબત ગુપ્‍ત રાખવાની જોગવાઇનો અમલ કરવા અંગે દેશના ચૂંટણીપંચને ‘‘નોટા’’ સુવિધા આપવાનો આદેશ કર્યો છે જેના પગલે ઇલેકશન કમિશન ઓફ ઇન્‍ડિયા દ્વારા દેશના કોઇપણ પ્રદેશમાં યોજાતી ચૂંટણીમાં વપરાનારા ઇલેકટ્રોનિક વોટીંગ મશીનમાં ‘‘નોટા’’ નું બટન ઉમેરવામાં આવ્‍યું છે.

સુપ્રીમ કોર્ટના આદેશ અનુસાર ‘‘નોટા’’ નું બટન બેલેટ પેપરમાં એક અલગ પેનલમાં સૌથી છેલ્‍લા ઉમેદવારના નામ નીચે પ્રિન્‍ટ કરેલું હોવું જોઇએ. આ બેલેટપેપરને ઇ.વી.એમ.ના બેલેટ યુનિટ સાથે જોડવાનું રહેશે. ઉમેદવારના નામ જે ભાષામાં લખાયેલા હોય તે જ ભાષામાં ‘‘નોટા’’ શબ્‍દો છપાયેલા હોવા જોઇએ અને તેની પેનલનું માપ ઉમેદવારના નામની પેનલના માપ જેટલું જ હોવું જોઇએ. ચૂંટણી પંચના આદેશ મુજબ મતદારો માટે ઇ.વી.એમ. અને બેલેટ પેપર ‘‘નોટા’’ નો વિકલ્‍પ ઉમેરવામાં આવ્યો છે. અગાઉ ની ચૂંટણીઓ માં તેનો પ્રચાર અને અમલ થયો છે.

જયારે ઇ.વી.એમ.ની મતગણતરી કરવામાં આવે છે, ત્‍યારે સંબંધિત રીટર્નીંગ ઓફિસર દ્વારા તમામ ‘‘નોન વોટસ’’ ની અલગ ગણતરી કરવામાં આવે છે અને આ સંખ્‍યા માહિતી અધિકારના કાયદા હેઠળ ઉપલબ્‍ધ હોય છે સૌથી વધુ ‘‘નોટા’’ મળ્યાના કિસ્‍સામાં જે ઉમેદવારને સૌથી વધુ મત મળ્યા હશે તે ઉમેદવાર જ વિજેતા ગણાશે. આવનારા પરિણામ પર ‘‘નોટા’’ ની કોઇ અસર રહેશે નહીં ગેરહાજર રહીને મત ન આપવાનો વિકલ્‍પ અપનાવવા કરતાં મતદાર ‘‘નોટા’’  આપીને તેનો નકારાત્‍મક મત વ્યક્ત કરી શકશે.

ભારતીય બંધારણના આર્ટીકલ – ૨૧ મુજબ નકારાત્‍મક મત એ મતદારના અધિકારની ઓળખ છે તે મતદારને મતદાન કરવા પ્રેરશે તેનાથી રાજકોય પક્ષો પર સારા ઉમેદવારની નિમણૂક કરવાનું દબાણ આવશે અને ‘‘નોટા’’ દ્વારા જાહેર જનતાના મંતવ્યનું પ્રતિબિંબ પડતાં લાંબા ગાળે લોકશાહીને વધુ મજબૂત બનશે.

.ચૂંટણી પ્રક્રિયામાં ‘‘નોટા’’ નો સમાવેશ કરનાર વિશ્‍વનો ૧૨ મો દેશ છે અન્‍ય દેશોમાં ફ્રાન્‍સ, બેલ્‍જિયમ, ગ્રીસ, બ્રાઝિલ અને બાંગ્‍લાદેશનો સમાવેશ થાય છે અંતમાં જોઇએ તો ‘‘નોટા’’ એ નકારવાનો અધિકાર નથી પણ કયારેય આક્રોશ ઠાલવી ન શકનારા મતદાતાઓને તેમનો આક્રોશ વ્યક્ત કરવાનું એક સબળ માધ્‍યમ છે દરેક મતદાતાએ સમજી વિચારીને આ માધ્‍યમનો ઉપયોગ કરવો જોઇએ.

*સલીમ પટેલ*
પ્રકૃત્તિ સુરક્ષા મંડળ

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY