તરેડ ગામે હનુમાન જયંતિ નિર્મીતે આયુર્વેદિક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન

0
102

આજ રોજ નવકાર ચેરીટેબલ ટ્રસ્ટ – મહુવા (બ્લડબેંક મહુવા) સંચાલિત કાયાકલ્પ યોગા, નેચરોપેથી, આયુર્વેદ હોસ્પિટલ એન્ડ રીસર્ચ સેન્ટર મહુવા અને શ્રી શિવશકિત મારૂતી મંડળ – તરેડ તથા ખોડલ ગ્રુપ – તરેડ દ્વારા તરેડ ગામે આયુર્વેદિક સર્વ રોગ નિદાન કેમ્પનું આયોજન કરવામાં આવેલ. આ કેમ્પ તરેડ પ્રાથમિક શાળા ખાતે રાખવામાં આવેલ. આ કેમ્પમા વા ના રોગ, ચામડીના રોગ, પેટના રોગ, શ્વાસના રોગ, અને સ્ત્રી રોગ ના અલગ અલગ ૧૦૮ જેટલા દર્દીઓએ આ કેમ્પનો લાભ લીધો હતો. આ કેમ્પમાં સેવા આપનાર ધુંધળવા કનુભાઈ (કુદરતી ઉપચારક), મકવાણા નરેન્દ્રભાઈ (સામાજિક કાર્યકર), સાગરભાઈ ગોહિલ, ભીલ સપનાબેન, ભટ્ટ અંકિતાબેન, રાજાણી મેફુજભાઈ, વાળા અર્જુનસિંહ એ હાજરી આપી હતી. તથા આ કેમ્પમાં તરેડ ગામના આગેવાનો – યુવાનો મોટી સંખ્યામા ઉપસ્થિત રહ્યાં. અને યોગા, નેચરોપેથી, આયુર્વેદ ઉપચારનો પ્રચાર પ્રસાર કરી અને કેમ્પને સફળ બનાવ્યો હતો. આ કેમ્પનું તમામ આયોજન જોષી પાર્થભાઈ દ્વારા કરવામાં આવેલ હતું.

નરેન્દ્ર મકવાણા મહુવા,૯૯૦૯૦૬૭૪૫૮

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY