ભરૂચ જીલ્લા પોલીસ અધિક્ષક રાજેન્દ્રસિંહ ચુડાસમાએ જીલ્લામાં સગીર બાળકો ગુમ થયેલ હોય તેવા ગુન્હાના બાળકોને શોધી કાઢવા આપેલ સુચના આધારે એલ.સી.બી. ના ઇન્ચાર્જ પોલીસ ઇન્સેપક્ટર જે.એન.ઝાલાએ જીલ્લામાં ગુમ થયેલ સગીર બાળકો શોધી કાઢવા અલગ અલગ ટીમોની રચના કરી ચક્રો ગતિમાન કરેલ અને અંકલેશ્વર શહેર પો.સ્ટે ગુ.ર.નં । ૨૫૬/૨૦૧૮ ઇ.પી.કો ૩૬૫ મુજબના કામે સગીર બાળક તા ૧૯/૧૦/૨૦૧૮ ના રોજ ગુમ હોય જે અંગે ટેકનિકલ વિભાગ મારફતે તપાસ કરાવડાવતા આ કામે ગુમ થયેલ બાળક અમદાવાદ ખાતે હોવાની માહીતી મળતા પો.સ.ઇ
વાય.જી.ગઢવી એલ.સી.બી ભરૂચ તથા તેઓની ટીમને અમદાવાદ શહેર ખાતે તપાસમાં મોકલેલ જ્યાં પો.સ.ઇ વાય. જી.ગઢવી નાઓની ટીમે અમદાવાદ જમાલપુર, શાકભાજી માર્કેટ, ફુલ માર્કેટ, દાણીલીમડા વિસ્તાર ,બહેરામપુરા વિસ્તાર તથા શ્રીજગજ્નનાથ મંદીર આજુબાજુના વિસ્તારમાં જાહેર સ્થળોએ ખંત અને કુનેહપૂર્વક દિવસ રાત સતત પગપાળા ફરી વોચ કરી ફરીયાદી સેંધાભાઇ ધુઅળાભાઇ વાદીના સગીર બાળક ઉ.વ ૧૪ ને જમાલપુર વિસ્તારમાંથી શોધી કાઢી ભરૂચ એલ.સી.બી કચેરી ખાતે લઈ આવી બાળકના માતા-પિતા સાથે સુઃખદ મિલન કરાવી સારી કામગીરી કરવામાં આવેલ છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




