ત્રણ વર્ષથી એક બીજા સાથે અબોલા પતિ પત્નીનું સમાધાન કરાવતી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન ટીમ

0
559

માતા પિતા ફરી એક બીજા સાથે બોલવા લાગતાં પરિવારમાં ખુશીનો માહોલ છવાઈ ગયો.

૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન કાઉન્સિલીગના કારણે પતિ પત્ની ફરી પાછા એક થયા

પતિ પત્ની ત્રણ વર્ષથી એક બીજા સાથે બોલ્યા વગર રહેતા ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમ દ્રારા ફરી એક થયા

વાત જાણે એમ છે કે ભરૂચ જિલ્લાના એક ગામમાં રહેતાં એક બહેન નામ રેખા(નામ બદલેલ)નો ઉમર વર્ષ આશરે ૫૫ વર્ષનો ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન પર ફોન આવ્યો હતો અને જણાવ્યું હતું કે મને કોઈ મુશ્કેલી નથી પરંતુ મારાં પતિ મારી સાથે છેલ્લાં ત્રણ વર્ષથી બોલતાં નથી.તો ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન મારી કોઈ મદદ કરશે…??જે અંગે મહિલા હેલ્પલાઈનની ટીમ દ્રારા રેખાબેન સાથે વાતચીત કરતા રેખાબેને હેલ્પલાઈનની ટીમને જણાવ્યું હતું કે તેઓના પતિ તેમની સાથે ત્રણ વર્ષ બોલતા નથી.મારે વસ્તારમાં બે દીકરાઓ છે. અને બંન્નેના લગ્ન પણ થઈ ચૂક્યાં છે અને લગ્ન બાદ બંનેવ દીકરાઓના ઘરે પણ બાળકો છે.મારો મોટો દીકરો ખાનગી કંપનીમાં જોબ કરે છે અને સુખી સંપન છે જેની સાથે મારા પતિ રહે છે.અને મારો નાનો દીકરો સરકારી નોકરી કરે છે જેની સાથે હું રહું છું.બંન્ને દીકરાઓ અને મારી વહુઓ અમને બંનને ને ખુબજ સારી રીતે રાખે છે.વાર તહેવારે અને શુભ પ્રસંગોમાં અમે બધા સહકુટુંબ ભેગા થઈએ છીએ પણ છેલ્લાં ત્રણ વર્ષથી મારા પતિએ મારી સાથે બોલવાનું બંધ કરી દીધું છે.અને પતિ પત્ની તરીકેના કોઈ સંબંધ પણ નથી.આ બાબતે મારા પરિવાર વાળા ઘણાં દુઃખી હતાં મારા દીકરા અને વહુએ ઘણાં પ્રયત્નો કર્યા અને મેં પણ તેમને બોલાવવા ના ઘણાં પ્રયત્નો કર્યા પણ તેવો મૌન બેસી રહે છે.જેથી રેખાબેને ઘણાંજ દુઃખી રહેવાથી તેવોએ ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈન ભરૂચની ટીમનો સંપર્ક કર્યો હતો.અને ક્યાં કારણ થી મારા પતિ મારી સાથે બોલતા નથી તે પણ જણાવવા કહ્યુ હતું.ત્યાર બાદ અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમના કાઉન્સલર દ્રારા રેખાબેન અને તેમના પતિનું અલગ અલગ કાઉન્સિલિંગ કર્યા હતું.ત્યારે કાઉન્સિલિંગ દરમ્યાન
તેમના પતિ દ્રારા જાણવા મળ્યું હતું કે પહેલાં અમે પતિ-પત્ની બધા સાથે સંયુક્ત કુટુંબમાં રહેતાં હતાં.અને મારા નાના દીકરાના કહેવા મુજબ રેખા એની સાથે ગામમાં રહેવા જતી રહેતાં હું એકલો પડી ગયો હતો.જેથી મને દિલમાં લાગી આવ્યું હતું અને મારી લાગણીઓ ઠેસ પહોંચી હતી તેથીજ મેં રેખા સાથે બોલવાનું બંધ કરી દીધું હતું.જે અંગે ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનના ભરૂચ કાઉન્સલર દ્રારા તેમના પતિને ઉતાવળે રેખાબેન દ્રારા ભૂલ ગણાવી બંન્ને ને સાથે રહેવાની અને આ ઉંમરે એક બીજાનો સાથ આપવાની સલાહ આપતાં જે અંગે રેખાબેન ના પતિ તેમનું સાથે બોલવા માની જતાં ત્રણ વર્ષ બાદ સુખદ અંત આવતાં બંનેવ પતિ પત્ની વચ્ચે કરૂણ દ્રશ્ય સર્જાયું હતું.આ બાબતે તેમના દીકરાઓએ પણ બંનેવ માતા પિતાને જ્યાર સુધી જેના ઘરે રહેવું હોય ત્યાં રહે તેમ જણાવી ૧૮૧ અભય મહિલા હેલ્પલાઈનનો દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.

આ કિસ્સો સાંભળી અમીતાબ બચ્ચન અને હેમામાલિની અભિનીત ફિલ્મ “બાગબાન”ની યાદ આપવી જાય છે કે પતિ પત્ની ગમે ત્યાં દૂર રહે પણ એ લોકોના દિલ હંમેશા એક બીજા માટેજ
ધડકતા હોય છે…..

ભરૂચ જંગે-એ-ગુજરાત તરફ થી ૧૮૧ અભયમ મહિલા હેલ્પલાઈનની ટીમને અભિનંદન કે ત્રણ વર્ષથી અબોલા પતિ પત્નીએ એક કર્યા

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY