એક આખલાએ મહિલાને હવામાં ફંગોળી….ઘાયલ મહિલાને સારવાર અર્થે ખાનગી હોસ્પિટલ માં ખસેડાઈ..

0
110

ભરૂચમાં આજ રોજ સાંજના શક્તિનાથ વિસ્તારની આગળ ગરનાળા પાસે એક અખલાનો આતંક રોડની સાઈડ પર ઉભેલ વાહન ચાલક સહિત રસ્તાની સાઈડ પર ચાલતી મહિલાને આખલાએ પગનાં ભાગેથી ઉપર ઉચકી હવામાં ફંગોળી દીધી હતી.જેના કારણે ત્યાં ઉભેલ લોકોમાં નાસ ભાગ મચી જવા પામી હતી.ઉપર હવામાં ફંગોળતા ઘાયલ થયેલ મહિલાને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચની ખાનગી હોસ્પિટલમાં ખસેદવામાં આવી હતી.જેની સમગ્ર ઘટના ત્યાં રાખેલ સીસીટીવી કેમેરામાં કેદ થઈ જવા પામી હતી.

અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ નગર પાલિકા વિસ્તારના હદમાં અનેક વાર આખલાઓના લડવાના કારણે ઘણાં લોકો અગાઉ પણ ઘાયલ થયા છે.અને આજે બનેલ આ ઘટનાના લીધે ભરૂચ નગર પાલિકાના અધિકારી ઓ પદાધિકારીઓ આ રસ્તા ઉપર ઉભેલ અને લોકોને હેરાન કરતાં પશુઓને ક્યારે પાંજરે કરશે તે જોવું રહયું….? અથવા કોઈ મોટી ઘટના બનવાની રાહ જોઈ રહી છે.તેવી લોકમાં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY