આધારને ફરજિયાત કરવા લોકોને જબરજસ્તી ન કરી શકે સરકાર : સુપ્રિમ

0
94

ન્યુ દિલ્હી,
તા.૧૩/૦૩/૨૦૧૮

બેન્ક-મોબાઈલમાં આધાર લિંક અનિશ્ચિત સમય માટે સ્થગિત

સુપ્રીમ કોર્ટે આમ આદમીને રાહત આપી,બેંક સહિત જરૂરી સેવાઓમાં આધાર લીંક કરવાની સમય મર્યાદા વધી

સુપ્રીમ કોર્ટે બેન્ક એકાઉન્ટ અને મોબાઇલ ફોનને આધાર સાથે લિન્ક કરાવવાની અનિવાર્યતાને અનિશ્ચિત સમય માટે ટાળી છે. સુપ્રીમ કોર્ટે જણાવ્યું છે કે આ બાબતમાં ચુકાદો આવ્યા સુધીમાં આધાર લિન્ક કરાવવાનું અનિવાર્ય નહિ હોય. ચીફ જસ્ટીસ દીપક મિશ્રાની અધ્યક્ષતા હેઠળની પાંચ ન્યાયાધીશોની બંધારણીય બેન્ચે એવું પણ જણાવ્યું કે આ બાબત અદાલતના વિચારણાધિન છે ત્યાં સુધી સરકાર ફરજિયાત આધાર લિન્કિંગ માટે લોકોને મજબૂર ન કરી શકે.
સર્વોચ્ચ અદાલતે જણાવ્યું કે પાસપોર્ટ ઇશ્યુ કરવા માટે પણ આધાર ફરજિયાત નહિ ગણાય. જાકે, તે આધાર એક્ટની કલમ ૭ હેઠળ આવતી સર્વિસીસ અને સબસિડીઝને આ બાબત લાગુ નહિ પડે. સરકારે અગાઉ સુપ્રીમ કોર્ટને જણાવ્યું હતું કે તે આધાર લિન્કિંગ માટે ૩૧ માર્ચની અંતિમ સમયમર્યાદાને લંબાવવા વિચારી શકે છે. સરકારને કરદાતાઓ માટે આધાર અને પાન નંબર ફરજિયાત ક્વોટ કરવા માટેની ડેડલાઇન નવેમ્બરમાં લંબાને ૩૧ માર્ચ, ૨૦૧૮ કરી હતી.
પાંચ સભ્યોની બંધારણીય બેન્ચ આધાર સ્કીમની બંધારણીય યોગ્યતાને લગતી સંખ્યાબંધ અરજીઓ પર સુનાવણી કરી રહી છે. બીજી બાજુ, આધારના વિરોધીઓની એવી દલીલ છે કે સંવેદનશીલ બાયોમેટ્રિક ડેટાનો સરકારી એજન્સીઓ અને અન્ય લોકો દ્વારા દૂરુપયોગ થઇ શકે છે.

હાલમાં વિવિધ સમાજ કલ્યાણની યોજનાઓનો લાભ પ્રાપ્ત કરવા માટે આધાર સાથે ફરજિયાત લિન્કિંની ડેડલાઇન ૩૧ માર્ચ ૨૦૧૮ છે. આ કલ્યાણ યોજનાઓમાં કૂકિંગ ગેસ (એલપીજી), કેરોસીન અને ખાતર સબસિડી તથા જાહેર વિતરણ વ્યવસ્થા (પીડીએસ) સહિત ૧૩૫ જેટલી સ્કીમ્સનો સમાવેશ થાય છે તે ૩૫ મંત્રાલયો હેઠળ આવે છે.

આ ઉપરાંત સુપ્રીમ કોર્ટમાં આધાર એક્ટની માન્યતાને પણ પડકારવામાં આવી છે. અરજી કરનાર તરફથી એવી દલીલ કરવામાં આવી રહી છે કે, યુનિક આઈડેનટિટી નંબરના ઉપયોગના પરિણામે નાગરિક અધિકારોનો અંત આવી જશે અને નાગરિકતા માત્ર દસ્તાવેજા પૂરતી જ રહી જશે. આધાર જ્યારથી લાવવામાં આવ્યો છે ત્યારથી આવ્યો છે ત્યારથી તેના પર સુનાવણી ચાલી રહી છે. ઘણાં સામાજિક કાર્યકર્તા અને હાઈકોર્ટના ભૂતપૂર્વ જજા દ્વારા આધાર સ્કીમવે સુપ્રીમ કોર્ટમાં ચેલેન્જ કરવામાં આવી રહી છે. આ મામલે ચીફ જસ્ટીસ દીપક મિશ્રા, જસ્ટીસ એકે સિકરી, જસ્ટીસ એએમ ખાનવિલકર, જસ્ટીસ ડીવાઈ ચંદ્રચૂડ અને જસ્ટીસ અશોક ભૂષણની બેંચ સૂનાવણી કરી રહી છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY