સલામત સવારી એસ.ટી હમારી બસના ડ્રાયવરો પરિવારને યાદ કરીને લોકોને હજુ સલામત મુસાફરી કરાવશે…

0
75

ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ એસ.ટી દ્રારા અકસ્માતનું પ્રમાણ ઘટાડવા અને મુસાફરોને વધુ સારી સલામત સવારી આપવા માટે એસ.ટી બસના ડ્રાયવરોને પોતાના પાકિટ માં પોતાના પરિવારનો ફોટા રાખી ડ્રાયવિંગ કરવાનો પરિપત્ર બહાર પાડવામાં આવ્યો છે.

ગુજરાત રાજ્ય એસ.ટી નિગમના ઉપાઅધ્યક્ષ સોનલ મિશ્રા દ્રારા અકસ્માતોનું પ્રમાણ ઘટે અને સ્લામતીનું ધોરણ ઊંચું આવે તે હેતુથી એક મહત્વનો પરિપત્ર બહાર પાડવામાં છે અને આખાય રાજ્યમાં તેનો અમલ થાય તેવું જાણવા મળ્યું છે.

સલામત સવારી એસ.ટી હમારી જેવા સ્લોગનો આપણે બસ પર લખેલા વાંચ્યા અથવા સાંભળ્યા હશે ત્યારે હાલમાં ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્રારા રાજ્યમાં એસ.ટી વિભાગમાં ફરજ બજાવતા ડ્રાયવરોએ પોતાના બાળકો અને પરિવારનો ફોટો પોતાના પાકીટ અથવા હાલના મોબાઈલ યુગમાં સ્માર્ટ ફોનમાં રાખવા સૂચના આપવામાં આવી છે જેનથી તેવો વાહન ચલાવતી વખતે પ્રથમ તેમને જોવો અને પછીજ એસ.ટી બસ ને આગળ લઈ જવા માટે જણાવામાં આવ્યું છે.

આ રીતે પોતાના પરિવાર નો ફોટા જોઈને જ્યારે પણ વાહન ચાલકો ગાડી ચલાવતા હોય છે ત્યારે સલામતી દર ઊંચું રહે અને અકસ્માતનું પ્રમાણ ઘટશે જેવા સુંદર વિચાર સાથે ભરૂચ એસ.ટી વિભાગીય કચેરીના વિભાગીય નિયામક એન.બી.સીસોદીયા દ્રારા ભરૂચ વિભાગના ૫૮૮ જેટલાં ડ્રાયવરો ને પોતાના પરિવાર નો ફોટો પાકીટ અથવા મોબાઈલ માં રાખવા સૂચના આપવામાં આવેલ છે.

અત્રે ઉલ્લેખનીય છે કે એસ.ટી વિભાગ દ્રારા કરવામાં અમલ કરવામાં આવેલ સુંદર વિચાર જો દરેક વાહન ચાલાક અપનાવે તો ખરે-ખર વાહન અકસ્માતમાં નોંધપાત્ર ઘટાડો થઈ શકે છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન.ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY