ભરૂચ શહેરનાં સિવિલ રોડ ઉપર આજે બપોરે એક વૃધ્ધ પાસેથી રૂપિયા બે લાખની રોકડ રકમની ચીલઝડપ થઈ હોવાની ઘટના સામે આવતાં ચકચાર મચી જવા પામી છે.
પ્રાપ્ત માહિતી મુજબ ભરૂચ શહેર નાં લાહોરી ગોડાઉન વિસ્તારમાં રહેતા બકુલ રાણા નામના વૃધ્ધ ઘરનું કામ હોવાથી આજ રોજ સ્ટેશન રોડ ઉપર આવેલી બેન્ક ઓફ બરોડામાં નાણા ઉપાડવા માટે ગયા હતા. અને બેન્ક ઓફ બરોડા માંથી રૂપિયા ૨ લાખ રોકડા ઉપાડી બકુલ રાણા ઘરે જવા રવાના થતાં તેમની વોચમાં હોઈ બાઈક ઉપર આવેલા બે અજાણ્યા શખ્સોએ તેમની પાસે રહેલી રોકડની ચીલઝડપ કરી પલાયન થઈ ગયા હતા.પોતાની કમાણીના રૂપિયાની ચીલઝડપ થતાં વૃદ્ધના પગ તળેથી જાણે જમીન સરકી ગઈ હોય તેમ લાગેલ ત્યારબાદ બકુલ રાણાએ ઘટના અંગેની જાણ શહેર એ ડિવિઝન પોલીસ મથકે કરતાં પોલીસે દ્રારા અજાણ્યા બાઈક સવાર ઈસમો સામે ફરિયાદ નોંધી તેમને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કર્યા છે.
અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ શહેરમાં ધોળે દિવસે શહેરના મુખ્ય રસ્તા ઉપર આ પ્રકારની ચીલઝડપની ઘટનાના પગલે સમગ્ર શહેર માં ચર્ચાનો વિષય બનવા પામ્યો છે.જોકે ચીલ ઝડપ વાળા મોટા ભાગે વયો વૃધ્ધ લોકોનેજ નિશાન બનાવી પલાયન થઈ જતા હોવાની વાતો પણ લોકોમાં ચર્ચાય છે.
રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"