ભારતભર માં સરકાર દ્રારા વિપક્ષ વિરુદ્ધ ભાજપે લોકતંત્ર બચાવવા માટે ધરણાં યોજ્યા.

0
18

દેશની વિકાસ યાત્રામાં અવરોધ ઉભો કરી વિપક્ષના સભ્યો દ્વારા સંસદના બજેટસત્રને ન ચાલવા દેતા કોંગ્રેસની મેલી મુરાદને જનતા સમક્ષ ખુલ્લી પાડવા ભાજપા એ ઉપવાસ સાથે ધરણાં યોજ્યા હતા.

આજ રોજ ભરૂચના શક્તિનાથ સર્કલ નજીક ભરૂચ જીલ્લા ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્યો, કાર્યકરો -હોદ્દેદારો તેમજ સાંસદ સભ્ય મનસુખ વસાવાની અધ્યક્ષતામાં ઉપવાસ આંદોલન યોજવામાં આવ્યો હતો.

ઉપવાસ આંદોલનમાં બેઠેલા ભરૂચના સાંસદ મનસુખ વસાવા એ જણાવ્યું હતું કે દેશના ઈતિહાસ માં પ્રથમ વખત લોકસભામાં કોંગ્રેસ તેમજ તેઓના સાથી બે જવાબદાર સભ્યોએ પાર્લામેન્ટમાં ચર્ચા કરવાના બદલે ખોટી રીતે બહાના હેઠળ પાર્લામેન્ટ ન ચાલવા દીધું હતું અને બજેટ સત્ર ન ચલાવવા ના કારણે દેશને થયેલ નુકશાન અને કોંગ્રેસ તેમજ તેઓના સાથી સભ્યોની મેલી મુરાદ ને પ્રજા સમક્ષ ખુલ્લી પાડવા માટે દેશ ના તમામ રાજ્ય માં એક દિવસીય ઉપવાસ કરવામાં આવ્યા છે.

અત્રે ઉલ્લેખનીય છે કે રાજ્ય ના મુખ્યમંત્રી તેમજ દેશના વડાપ્રધાન પણ આ મુદ્દે ઉપવાસ આંદોલન પર ઉપવાસ પર બેઠાં હતાં.

ભરૂચના શક્તિનાથ સર્કલ ખાતે આજ રોજ સવાર થી ભારતીય જનતા પાર્ટી ના કાર્યકરો અને હોદેદારો તેમજ સ્થાનિક ધારાસભ્ય અને સાંસદ સભ્ય ઉપવાસ ઉપર બેઠા હતા.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY