ભરૂચ,
તા.૩૦/૦૩/૨૦૧૮
ભરૃચ જિલ્લાના વાગરા તાલુકાની સુવા ગામની નર્મદા નદીમાંથી લાખો મેટ્રીકટન રેતી ના અનધિકૃત ખોદકામ અને વહન તથા વપરાશના મુદ્દે જિલ્લા કલેક્ટરે દહેજની અદાણી પાવર કંપનીને રૃપિયા સવા સોળ કરોડથી વધુ રકમની ભરપાઇ કરવા હુક્મ કર્યો છે. ઇન્ટરનેશનલ હ્યુમન રાઇટ એસોસીએશન ભરૃચ તરફથી તા.૧-૮-૧૧ તથા ૫-૯-૧૧ ના પાઠવાયેલા પત્રોમાં દહેજની અદાણી પાવર કંપનીએ વાગરા તાલુકાનાં સુવા ગામની નર્મદા નદીમાંથી લાખો મેટ્રીક ટન રેતી ખનીજનું અનધિકૃત રીતે ખોદકામ કરી કંપનીની દહેજ જીઆઇડીસીની જગ્યા પર અનધિકૃત સ્ટોક કરેલો હોવા બાબતની ફરીયાદ સાથે રજુઆત કરવામાં આવી હતી.
ફરિયાદના પગલે મદદનીશ ભૂસ્તર શાસ્ત્રીની કચેરી ભરૃચના રોયલ્ટી ઇન્સ્પેક્ટરે ટીમ સાથે ૬-૯-૨૦૧૧ ના રોજ ફરિયાદ વાળા સ્થળની તપાસ હાથ ધરી કંપનીનાં વી.પી. લક્ષ્મણભાઇ કાવુરીને આ ખોદકામ બાબતે પૂછપરછ કરતાં તેઓએ જણાવેલું કે અદાણી પાવર દહેજ દ્વારા દરિયામાંથી ચાર લાખ મેટ્રીકટન જેટલી રેતીનું ખોદકામ કરી પુરાણના કામે ઉપયોગ કરેલું હોવાનું અને તે માટે ગુજરાત મેરી ટાઇમ બોર્ડ અમદાવાદની એનઓસી મેળવેલી હોવાનું જણાવ્યું હતું. પરંતુ તે માટે ખાણ ખનિજ વિભાગની કોઇ પરવાનગી મેળવી નહીં હોવા સાથે ભરવાપાત્ર રોયલ્ટી પણ ભરી નહીં હોવાનું જણાવ્યું હતું. પરંતુ આજ બાબતના લેખિત નિવેદનમાં સહી કરવાનો ઇન્કાર કરી દીધો હતો.
ગુજરાત મેરી ટાઇમ બોર્ડ દ્વારા દરિયાઇ ચેનલોમાં ડ્રેજીગ કરી નીકળનાર ખનિજનું તેમજ દહેજ ખાતેના પાવર પ્રોજેક્ટ ખાતે પુરાણ કરવાની મંજુરી આપવામાં આવી હોવાનું જણાવવા સાથે સરકાર તા.૨૦-૧-૨૦૦૭ ના ઠરાવથી ગામના તળાવોને પાણી સંગ્રહ કરવાના હેતુસર ઉંડા કરવાથી તેમાંથી નીકળતા કાંપ, સોફ્ટ, મુરમ વિગેરે ખનીજાને રોયલ્ટી ભરવામાંથી મુક્ત આપેલી હોવાનું જણાવી કંપની દ્વારા ૫.૬૫ લાખ મેટ્રીક ટન, ખનિજનું ખોદકામ કર્યું હોવાનું જણાવ્યું હતું. આ બાદ ૨૨-૨-૨૦૧૪ ના રોજ પર્યાવરણ મિત્ર અમદાવાદ તથા રમણભાઇ ગોહિલ (રહે. સુવા) એ પણ અદાણી કંપનીએ કરેલી ખનિજ ચોરીમાં કાર્યવાહી કરવા અંગે રજુઆત કરી હતી.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"