સિંધી સમાજ દ્રારા ભગવાન જુલેલાલજી ના જન્મ દિવસની ધામ ધૂમ થી ઉજવણી કરાઈ.

0
218

ચેટીચંડ કે ચેટીચાંદએ સિંધી લોકો દ્વારા ઉજવાતો તહેવાર છે. આ દિવસ તેમના ઇષ્ટદેવ ઝૂલેલાલનો જન્મ દિવસ છે. આ દિવસને સિંધીઓ ‘સિંધીયત જો ડીંહું (દિવસ) ચેટીચડ અથવા ‘સિંધી દિન’ તરીકે ઉજવાય છે. આ દિવસે તેમના ઇષ્ટદેવ ઝૂલેલાલની ‘ઝૂલેલાલ બહરાણો સાહબ’ સ્વરૂપે શાહી સરઘસ કાઢવામાં આવે છે. આ સરઘસમાં સિંધીઓ ‘ઝૂલેલાલ બેડાપાર’ના નારા લગાવે છે.આ દિવસે ઘણા સિંધીઓ બાહરાના સાહેબને નજીકની નદી કે તળાવે લઈ જાય છે. બાહરાના સાહેબમાં એક જ્યોત (દીવો), મીસરી (ખડી સાકર), ફોતા (એલચી ), ફળો અને અખા હોય છે. તેની પાછળ કળશમાં પાણી અને એક નાળિયેર હોય છે. આ બધી વસ્તુઓને કાપડ, ફૂલ ને પાંદડાથી ઢાંકી દેવાય છે. આ સાથે ઘણી વખત ઝૂલેલાલની મૂર્તિ પણ હોય છે.ભરૂચ શહેર અને જિલ્લામાં વસતા સિંધી સમાજના લોકો દ્રારા ભરૂચના નર્મદા નદીને કિનારે આવેલ ભગવાન જુલેલાલના મંદિરે આજે વહેલી સવાર થી સિંધી સમાજના લોકો દર્શનાર્થે પહોંચી અયો લાલ જુલેલાલના અવાજો થી સમગ્ર માહોલ ભક્તિ મય થઈ ગયેલ હતો.આજે જુલેલાલ જન્મ જ્યંતી નિમતે એક મેડિકલ કેમ્પ પણ જુલેલાલ હોસ્પિટલ ખાતે રાખવામાં આવ્યો હતો.જેમાં પણ મોટી સાંખ્યમાં લોકોએ ભાગ લીધો હતો.

 

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY