યમુના એક્સપ્રેસ વે પર અકસ્માત : ૩નાં મોત, ૪ ઈજાગ્રસ્ત

0
69

યુપી,
તા.૧૮/૦૩/૨૦૧૮

યમુના એક્સપ્રેસ વે પર પુરપાટ ઝડપે જઈ રહેલી કાર એક કન્ટેનર સાથે જઈને અથડાઈ હતી. આ ભિષણ અકસ્માતમાં છૈં AIIMSનાં ૩ ડાક્ટરોના મોત નિપજ્યાં છે. છૈં AIIMS હોસ્પટલના ડોક્ટરોની ઈનોવા કાર માઈલ સ્ટોન ૮૮ પાસે એક કંટેનર સાથે ધડાકાભેર અથડાઈ હતી. જેમાં સવાર છૈં AIIMSના ૩ ડાક્ટરોના ઘટનાસ્થળે જ મોત નિપજ્યાં હતાં. આ અકસ્માતમાં અન્ય ૪ ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયાં છે. ઈજાગ્રસ્ત તબીબોને દિલ્હીની છૈં AIIMSમાં દાખલ કર્યાં છે.

આ અકસ્માતમાં ડાક્ટર હેમબાલા, ડાક્ટર યશપ્રીત અને ડાક્ટર હર્ષદના ઘટનાસ્થળે જ મૃત્યું નિપજ્યાં હતાં. જ્યારે ડાક્ટર કૈથરીન, ડાક્ટર અભિનવ અને ડાક્ટર મહેશ સહિત ૪ ડાક્ટરોને દિલ્હીની છૈં AIIMS ખસેડવામાં આવ્યાં છે. આ તમામ ડાક્ટર દિલ્હીથી આગરા જઈ રહ્યાં હતાં. તમામ ડાક્ટર ઈમરજન્સી મેડિસિન ડિપાર્ટમેન્ટમાં કાર્યરત હતાં. ડાક્ટર હર્ષદ ડિપાર્ટમેન્ટના હેડ હતાં અને તેમનો જન્મ દિવસ ઉજવવા આ તમામ ડોક્ટર્સ આગરા જઈ રહ્યાં હતાં.
સૂત્રોના જણાવ્યા પ્રમાણે આ અકસ્માત રવિવારે હવેલી સવારે લગભગ અઢી વાગ્યે થયો હતો. કંટેનરને ઓવરટેક કરતી વખતે ઈન્નોવા કાર કંટેનર સાથે ધડાકાભેર અથડાઈ હતી.

જ્યારે અન્ય એક અકસ્માતમાં પુરપાટ ઝડપે જઈ રહેલી બસ યમુના એક્સપ્રેસ વે પર બનેલી રેલિંગ તોડીને હાઈવેથી નીચે ખાબકી હતી. બસમાં સવાર બે લોકોના મૃત્યું નિપજ્યાં હતાં જ્યારે અન્ય ૨૩ લોકો ઈજાગ્રસ્ત થયાં હતાં. ઘટનાસ્થળે પહોંચી પોલીસે બચાવ કામગીરી હાથ ધરી હતી.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY