ભરૂચના સી ડિવિઝન પોલીસ મથકની હદમાં આજે સવારે એક બીજો ચપ્પુ વડે હુમલો કરવાનો બનાવ બન્યો છે.હજુ સી ડિવિઝન પોલીસ દ્રારા કોલેજ રોડ પર થયેલ કલ્પેશ પટેલની હત્યાનું પગેરું મેળવી શકી નથી ત્યાં તો આજે વહેલી સવારે એક યુવાન પર ચપ્પુ વડે હુમલો કરતાં સમગ્ર વિસ્તારમાં ચકચાર મચી જવા પામી છે.
મળતી માહિતી મુજબ આજ રોજ સવારના ભરૂચના ઝાડેશ્વર વિસ્તારમાં આવેલ વચનામૃત બગ્લોઝમાં રહેતાં ભાવેશ મગન પટેલ ઉમર વર્ષ ૩૦ નાઓ પોતાના કામ અર્થે ભરૂચ જી.આઈ.ડી.સી માં ગયેલ હોઈ તે દરમ્યાન કમલેશ પ્રજાપતિ નામના ઈસમે ભાવેશ ઉપર આંતરિક ઝગડા માં ચપ્પુ વડે પેટના ભાગે ઘા ઝીકી દેતાં ભાવેશ લોહી લુહાણ થઈ ગયેલ જેની જાણ ઈમરજન્સી સેવા ૧૦૮ ને કરતાં ૧૦૮ દ્રારા ભાવેશ ને તાત્કાલિક સારવાર અર્થે ભરૂચ સિવીલ હોસ્પિટલમાં ખસેડાયો હતો.અને તેની હાલત વધુ ગંભીર હોઈ વધું સારવાર અર્થે બરોડા ખસેડવામાં આવ્યો હતો.
બનાવની જાણ ભાવેશના પરિવારજનોને થતાં
તેઓ દ્રારા ભરૂચ સી ડિવિઝન પોલીસ મથકે પહોંચી ફરિયાદ નોંધાવી છે.
અત્રે એ જાણવું જરૂરી છે કે આ સમગ્ર ઘટના બનવા પાછળ નું કારણ શું ? આ વિશે જાત તપાસ કરતા કથિત આરોપી ના પત્ની જશોદાબહેને જણાવેલ કે અમો ફરિયાદી ની સાથે જુના સબન્ધ હતા કેમકે ફરી.ભાવેશ ભાઈ એ જે કમ્પની ભાડે લીધી હતી તે કમ્પની માં પહેલા અમે રહેતા હતા જે માલિકે અમને બન્ધ કમ્પની સચવાય અને મારા પતિ જીઆઇડીસી માં ટેમ્પો ચલાવતા હોવાથી વગર ભાડે ફેક્ટરી માં રહી સંભાળ રાખવા રાખેલ.જે તે સમયે હાલ ના ફરી.ભાવેશભાઈ એક દિવસ ત્યાં આવી મને રૂબરૂ માં ત્રણ વર્ષ પહેલાં સવારે 11 ના સુમારે આવી કમ્પની મલિક નો નમ્બર લઈ જઈ કંપની ભાડે રાખેલ.જેમાં લસણ ની કલીના મશીન થી છોડા કાઢી અન્ય વેપારી અને હોટલો ને સપ્લાય કરવાનો ધંધો શરૂ કરેલ.જેના બેત્રણ મહિનામાં જ મકાન ઝગડો કરી ખાલી કરાવેલ.જે ઘટના ને ત્રણ વર્ષ થયાં .હાલ અમો છેલ્લા ત્રણ વર્ષથી તેની બિલકુલ બાજુની બંધ ફેકટરીમાં રહી ટેમ્પો ચાલી ઘર ગુજરાન ચલાવીએ છીએ.જ્યાં સુધી અમો ત્યાં રહ્યા ત્યાં સુધી અમો તેની લસણ છોલવા ના કામ માં અમે મદદરૂપ થતા હતા.પણ અમો મકાન માલિક જોડે રોજ બનતી ઘટના ની જાણ કરતા હોવાની રીસ રાખી રૂમ ખાલી કરાવેલ અને ગમેતે બહાને ઝગડા કરતા આવેલ છે.આજરોજ આરોપી પોતાના ઘરે થી પાણી ભરવા ટેમ્પો લઇ જતા હતા ત્યારે બાજુમાં ભાવેશભાઈ રોડ પર આવી મારા ઘણી ને ઉભો રાખી ભાવેશ અને એના માણસો એ ઘેરી લઈ હુમલો કરતા અમે ઘરમાં ઘુસીજતા મને(જશોદા)મારવા આવી મારા ઘરનું બારણું તોડી નાખતા અમો એ ઓળખીતાઓ ને ફોન કરી જણાવી અમો ફરિયાદ કરવા આવી સી ડીવી .માં અરજી કરેલ છે અમારી જાણ મુજબ અમારા ધણી પાસે ટેમ્પોના કામે જરૂરી સાધન સિવાય કોઈ હથિયાર રાખતા નથી એ મારી જાણ મુજબ છે .આમ આ વિગત જશોદાબેન ને રૂબરૂ પૂછતાં જણાવેલ હતી
અત્રે એ ઉલ્લેખનીય કે કે આવેશ કે અન્ય કારણે આજની ઘટના સમાજ માટે દીવાદાંડી સમાન છે કે કાયદો હાથમાં ન લેતા પોલિસ પાસે મદદ માગવી ગરીબ માટે જરૂરી છે અન્યથા કોઈને અછડતા નું વાગી જાય ને મોટી બબાલ થાય.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"