ગરુડેશ્વરના ઉંડવા ગામનાં ગ્રામજનો એ નર્મદા નિગમ સામે થાડી-વેલણ વગાડી વિરોધ કર્યો

0
246

રાજપીપળા:

નર્મદા નિગમે ઉંડવા ગામના ખેડૂતો સાથે ફરી એક વાર કરી છેતરપીંડી કરી હોય તેવો આક્ષેપ અહીંના ખેડૂતો કરી રહ્યા છે જોકે 5 દિવસના  આંદોલન બાદ ઊડવા ગામ ની માયનોર કેનાલ માં ગઈ કાલે  સવારે પાણી છોડાયા બાદ સાંજે ફરી બંધ કરાયું. ૨૦-૨૦ વર્ષ સુધી કેનાલોમાં પાણી ન છોડાતા ખેડૂતો મુખ્ય કેનાલમાં બકનળી નાખીને પાણી લેતા હતા અને તે અટકાવવા નિગમે ખેડૂતોને નોટિસ આપ્યા બાદ ખેડૂતો લાલઘુમ બન્યા હતા અને ૪ દિવસ સુધી સતત કેનાલ પર ચક્કાજામ કર્યા બાદ મીડિયામાં અહેવાલો પ્રસારિત થયા બાદ નર્મદા નિગમે ઉંડવા માઇનોરમાં પાણી છોડ્યા હતા તેથી ખેડૂતો ભારે ખુશ થયા હતા અને મુખ્ય કેનાલ માં લગાવેલી બકનળી કાઢી નાખી હતી . જો કે આ ખુશી બહુ વાર ટકી ન હતી. આ પાણી માઇનોર કેનાલ મારફતે ખેડૂતોના ખેતરમાં પહોંચે તે પહેલાં જ બંધ કરી દેવાયા હતા. જેથી આ ખેડુતો ખિજાયા હતા ત્યારે આજે  આ ખેડૂતો એ ઊંઘતા તંત્ર ને જગાડવા તેમના કુટુંબ કબીલા સહીત ગામમાં થાળી વેલણ વગાડી પાણી આપો ના નારા સાથે ગામ ગજવ્યું હતું અને જ્યાં સુધી પાણી નહીં આવે ત્યાં સુધી આંદોલન ચાલુ રહેશે ની વાત કરી હતી .

રિપોર્ટર: ભરત શાહ.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY