ભરૂચ:
એક તરફ બિલ્ડરો ના દબાણ ને કારણે રતન તળાવ માં વરસાદ સિવાય પાણીનો કોઈ સ્તોત્ર ન રહેતા અને વરસાદી કાંસ પણ બન્ધ થતા પાણીનો અભાવ વચ્ચે જીવતા કાચબા પ્રજનનમાં પણ નબળા પડી ગયા છે ને હવે તો બિલ્ડરો, નગરપાલિકા અને સરકારની મિલી ભગતમાં કદાચ ગેબીયન વોલની જેમ આખેઆખું રતન તળાવ કબ્જે કરે તો નવાઈ નહીં કેમકે કોઈ પૂછનાર નથી અને પૂછે તો સત્તાની રૂએ શામ,દામ,દંડથી પૂછનારના અવાજને દબાવામાં હવે આ લોબી માહેર છે.
કેમકે એક કેહવત અનુસાર ‘ભાણિયા અને મામા સગા જ છે’ એટલે કોને કહેવું!!!
ભરૂચ શહેરના મધ્યમાં આવેલ અતિ પૌરાણિક રતન તળાવમાં કાચબા ચોરી કરતી ગેંગ સક્રિય થઈ હોવાની માહિતી મળી હતી. જેમાં કાચબા ચોરી કરવા આવેલ ૬ થી ૭ ઈસમોમાંથી એક ઈસમ સ્થાનિકોના હાથે ઝડપાઈ ગયેલ હતો. ભરૂચના મધ્યમાં આવેલ અતિ પુરાણું એવું રતન તળાવમાં વર્ષો જૂનાં અને મોટા કાચબાઓ છે. અવાર નવાર સ્થાનિકો દ્રારા ગંદકીના લીધે કાચબાઓના થતા મોતના લીધે રજૂઆતો કરેલ છે. પણ હજુ સુધી ઘોર નિંદ્રામાં ઊંઘતું તંત્ર દ્રારા તે અંગે કોઈ કાર્યવાહી કરવામાં આવી નથી. ત્યારે આજ બપોરના સમયે રતન તળાવમાં ૫ થી ૬ ઈસમો કાચબા પકડી રહ્યા હોવાની માહિતી રતન તળાવની સાફ સફાઈ માટે લડત ચલાવતા સુરેશ વસાવાને થતાં તેવો દ્રારા જગ્યા પર જઈને તપાસ કરતા અમુક ઈસમો કાચબા પકડતા હતા. તેવોની પૂછપરછ કરતાં કે ક્યાંથી આવો છો…?અહીંયા શું કરો છો..? જેવા સવાલો પૂછતાં તેવો ભાગવા લાગ્યા હતાં. જેમાંથી એક ઈસમને સુરેશ વસાવાએ પકડી પડ્યો હતો. જેનું નામ ઠામ પૂછતાં તેણે તેનું નામ આકાશ જયસિંહ વસાવા, રહે, ભોદર, સાગબારા જીલ્લો નર્મદા નું હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ કાચબા સીડ્યુલ( ૧) કેટેગરીમાં આવતાં સ્થાનિક દ્રારા ભરૂચ જંગલ ખાતાના અધિકારી શ્યામ પાટીલ અને આર.એફ.ઓ કઠેરિયા સહિત વાઈલ્ડ લાઈફ વોર્ડન આશિષ શર્મા અને તેમની ટીમને કરાતા તેવો દ્રારા જગ્યા પર પહોંચી બીજા અન્ય ભાગી ગયેલ ઇસમોને પકડવાની તજવીજ હાથ ધરી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"