પોલીસની જાઇન્ટ ટીમને મોટી સફળતા, નકલી અંગ્રેજી દારૂ બનાવતી ફેક્ટરી ઝડપાઇ

0
85

કચ્છ,
તા.૬/૩/૨૦૧૮

આદીપુરમાં પોલીસની જાઈન્ટ ટીમને મોટી સફળતા મળી છે. પોલીસે ચોક્કસ બાતમીને આધારે બાલાજી સોસાયટીના બંધ મકાનમાં દરોડા પાડી અંગ્રેજી દારૂ બનાવતી ફેક્ટરીને સીલ કરી દીધી છે. પોલીસે રેડ દરમિયાન દારૂ સાથે પેકીંગ મશીન, ખાલી બોટલો સહિત લાખોનો મુદ્દામાલ જપ્ત કરતા બુટલેગરોમાં હડકંપ મચી ઉઠયો છે.

સ્થાનિક પોલીસે હાલ સુરેશ ચાવડા અને રાજુ પ્રજાપતી વિરૂદ્ધ ગુનો દાખલ કરી તેમને ઝડપી પાડવવા તપાસના ચક્રોગતિમાન કર્યા છે. મહત્વનું છે કે પોલીસે જે દારૂની ફેક્ટરી સીલ કરી છે તે દારૂ શરીર માટે ઘાતક હોવાનું સામે આવ્યું છે. હાલ હ્લજીન્ પણ આ દિશામાં જીણવટભેર તપાસ હાથ ધરી રહી છે.

પોલીસે ગત મોડી રાત્રે અંતરજાળ ગામના બાલાજી સોસાયટીમાં બંધ રહેલા ઘરમાં દરોડા પાડ્યો હતો. જ્યાંથી બનાવટી અંગ્રેજી દારુ બનાવવાની આખી વ્યવસ્થા ઝડપી પડાઈ હતી. ઘટના સ્થળે થી ૪૨ પેટી એટલે કે અંદાજે ૪૯૦ બોટલ અંગ્રેજી દારુ રોયલ સ્ટૅગ, તે સાથે મોટી માત્રામાં ખાલી બોટલો, કેમીકલ, કેરબા, ટાંકા, સ્ટીકર, સગડી, બોટલ પર સીલ મારવા માટૅ હથોડી, ટાંકો, સીલ સહિત લાખોનો મુદામાલ ઝડપાયો હતો.

જેની ગણના અને લીસ્ટીંગ મોડી રાત સુધી ચાલ્યુ હતુ. આ ઘટનામાં પોલીસે સુરેશ ચાવડા, રાજુ પ્રજાપતિ વિરુદ્ધ ગુન્હો નોંધવાની અને પકડી પાડવાની તજવીજ હાથ ધરી હતી. આ દારુના નિર્માણમાં જે કેમીકલ વાપરવામાં આવી રહ્યું છે તે માનવ શરીર માટે ઘાતક હોવાની પુર્ણ શક્્યતાઓ છે. જેની તપાસ માટે તેને એફએસએલ રીપોર્ટ માટે મોકલવામાં આવશે. મોડી રાત સુધી આ કિસ્સાની તપાસનો ધમધમાટ ચાલતો રહ્યો હતો.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY