માં અંબા ની મૂર્તિની ચોરી થતા સ્થનિકોમાં રોષ વ્યાપી ગયો છે.

0
98

ભરૂચના સ્ટેશન રોડ પરની નવલખાની ચાલમાં આવેલમાં આવેલ માંનું ઘર નામના મંદિર માંથી વિશાળ આરસ પારસની
માં અંબાની પ્રતિમાની ચોરી થતા સ્થાનિકો લોકોમાં રોષ વ્યાપી ગયો છે.

બનાવની મળતી માહિતી મુજબ ચાલી રહેલ ચૈતર માસમાં માતાજીની પૂજા અર્ચના કરવાનો અનેરો મહિમા રહેલો છે. ત્યારે ગત રોજ બપોરના નવલખા મિલની ચાલમાં કોઈ ચોરો દ્રારા માં અંબાજીની આરસ પારસની પ્રતિમાની ચોરી થઈ હતી.જે અંદાજીત 30 થી 35 કિલો વજન ધરાવતી પ્રતિમા કોઈ અસામાજિક તત્વ ચોરી જતા હિન્દૂ સમાજના ભક્તોમાં ભારે રોષ ફાટી નીકળ્યો છે.

માં અંબાજીની પ્રતિમા મંદિરમાંથી ગત રોજ બપોરના સમયે ચોરાઈ ગઈ હતી.જે અંગે સ્થાનિક લોકો દ્રારા પહેલા આસ પાસના વિસ્તારમાં પ્રતિમા શોધવાના પ્રયાસ કર્યા હતા.જોકે મોડી રાત્રી સુધી પ્રતિમાની શોધખોળ કર્યા બાદ પણ પ્રતિમા નહી મળતાં મંદિરના સંચાલકોએ માતાજી ની પ્રતિમા નો ફોટો ફેશબુક ઉપર મૂકી પ્રતિમા ને પરત મૂકી જવા માટે નો મેસેજ મુક્યો હતો. જોકે વહેલી સવાર સુધી માતાજીની પ્રતિમાનો કોઈ અત્તોપત્તો ન લાગતા સ્થાનિકો એ ભરૂચ એ ડિવિઝન પોલીસને જાણ કરતાં પોલીસએ સ્થળ ઉપર પહોંચી આજુ બાજુ માં રહેલા CCTV કેમેરાના ફૂટેજ મેળવી માતાજી ની પ્રતિમા ચોરી કરનાર ચોર ને ઝડપી પાડવા ના ચક્રો ગતિમાન કર્યા છે.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન, ભરૂચ.
મો:-9537920203.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY