સિંગલવાણ ગામે 140 ખેરના વૃક્ષો કાપી વેપારીઓ બારોબાર લઇ જતા ગ્રામજનોએ અટકાવ્યાં ત્યારે દેડિયાપાડા વન વિભાગ સફાળું જાગ્યું અને પેટ્રોલિંગ કરી આ મુદ્દામાલ ઝડપી પાડ્યો પણ વેપારીઓ ફરાર…!!
રાજપીપલા : રાજ્યમાં ખેરના વૃક્ષો આરક્ષિત હોવા છતાં ડેડીયાપાડા, સગાઇ સહીત ની રેન્જો માંથી મોટાપાયે ચોરી થઇ રહી છે, છતાં વન વિભાગ એટલું ગંભીર જણાતું નથી. કેમકે વેપારીઓ વન વિભાગના નાક નીચેથી વૃક્ષો કાપી ભરીને બારોબાર લઇ જતા હોવા છતા ખબર નથી પડતી તાજેતરમાં જ સિંગલવાણ ગામે 140 ખેરના વૃક્ષો કાપી વેપારીઓ બારોબાર લઇ જતા ગ્રામજનોએ આટકાવ્યાં ડેડીયાપાડા વન વિભાગ ને બાતમી મળતા ત્યાં પહોંચ્યું પણ વેપારીઓ અને તેના માણસો ફરાર થઇ ગયા વન વિભાગને હાથ માત્ર મુદ્દામાલ લાગ્યો, ખરેખર નાયબ વનસંરક્ષકે આ બાબતે તપાસ કરશે
નર્મદા જિલ્લામાં 43 ટકા જંગલ વિસ્તાર છે અને જેમાં સાગ અને ખેરના વૃક્ષો મોટા પ્રમાણમાં છે અને આ બંને વૃક્ષોની ઉંચી કિંમતો હાલ બજારમાં હોય વેપારીઓ ખેડૂતોનો બારોબાર સંપર્ક કરી ખેરના વૃક્ષો કાપી નાખે છે. અને લઇ જાય છે જોકે આ વૃક્ષો કાપવાની મંજૂરી વન વિભાગ પાસે થી લેવાની હોય જેની મુશ્કેલીને કારણે વેપારીઓ અને ખેડૂતો ગેરકાયદેસર રસ્તો આપનાવે છે. જિલ્લાનું જંગલ ખાલી થઇ રહ્યું છે પણ વન વિભાગ જાણે મીઠી નિંદર માણતું હોય એટલે વેપારીઓને ઘી કેળા છે એવા આક્ષેપો આજે વન વિભાગ પર લાગી રહ્યા છે ખાસ કરીને ડેડીયાપાડા રેન્જો માંથી બારોબાર ખેરના વૃક્ષો સગેવગે થઇ રહ્યા છે છતાં એક પણ આરોપીઓ પકડાયા નથી એ કેટલે અંશે વ્યાજબી કેવાય, રાજ્ય સરકારે ખેરના વૃક્ષો ની કાપણી પર પ્રતિબંધો ફરમાવ્યા હોવા છતાં કેમ આટલા વૃક્ષો કપાય છે. જે અંગે પણ તપાસ થવી જોઈએ।
ખેડૂત મુકેશ વસાવા ના જણાવ્યા મુજબ
સિંગલવાણ ગામે 140 ખેરના વૃક્ષો કપાયા અને જેનો આમારા ગામના કેટલાક લોકોએ વિરોધ કર્યો અને વન વિભાગ ને જાણ કરી ત્યારે વન વિભાગની ટીમ આવી મુદ્દામાલ જપ્ત કરી વન વિભાગે કાર્યવાહી હાથ ધરી છે
ખેતરના વૃક્ષો કપાય છે જેની બાતમી મળતા અમે પેટ્રોલિંગ ગોઠવી સિંગલવાણ ગામે જતા કેટલાક ખેરના વૃક્ષો કપાયા હતા જે મુદ્દામાલ જપ્ત કર્યો છે અને ફરાર આરોપીઓની તપાસ ચાલુ છે.>>>એમ.આર.પરમાર (આર.એફ.ઓ ડેડીયાપાડા)
રિપોર્ટર-નર્મદા, ભરત શાહ.મો.નં.9408975050
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"