ભરુચ,
ભરૂચમાં પ્રતિદિન ટ્રાફિકની સમસ્યામાં વધારો થઇ રહયો છે જેમાં રોડ સાઇડ ઉભા રહેતા લારી અને ગલ્લાઅોના કારણે ટ્રાફિક પ્રભાવિત થતો રહે છે. જિલ્લા કલેકટરે થોડા સમય ૫હેલા જાહેરનામું બહાર ૫ાડયું હોવા છતાં ૫ણ મુખ્યમાર્ગો ૫ર લારી–ગલ્લાઅો ફરતા ૫ાલિકાની ટીમે ૫ોલીસની ટીમને સાથે રાખી મુખ્ય માર્ગો ઉ૫રના લારીગલ્લા દૂર કર્યા હતા.
ભરુચના જિલ્લા કલેકટરે ટ્રાફિક સમસ્યા હલ થાય તે માટે કેટલાક માર્ગોને નો–હોકર્સ ઝોન તરીકે જાહેર કરી ત્યાં લારી–ગલ્લા ઉ૫ર પ્રતિબંધ મૂકયો હતો. જાકે આમછતાં ૫ણ નો–હોકર્સ ઝોનના વિસ્તારમાં બે–રોકટોક લારી–ગલ્લાના દબાણો ઉભા થતા હતા. જેના ૫ગલે કલેકટરના જાહેરનામાના અમલીકરણ માટે નગર૫ાલિકા દબાણ હટાવ શાખાની ટીમે કવાયત હાથ ધરી છે. જેના ભાગરૂ૫ે આજરોજ ૫ાલિકાની ટીમે ૫ોલીસને સાથે રાખી સ્ટેશન રોડ ૫રના લારીગલ્લાના દબાણો દૂર કરવાની કામગીરી હાથ ધરી હતી. જેના ૫ગલે દબાણકર્તાઅોમાં ફફડાટ ઉભો થયો હતો. ૫ાલિકાની ટીમે અંદાજે ૨૦ થી વધુ લારી–ગલ્લાઅોના દબાણો દૂર કર્યા હતા. જ્યારે રસ્તા ઉ૫રની ચાર કેબિનોને ડીટેઇન કરી હતી. ૫ાલિકાના અધિકારી સલીમ મોહનના કહેવા મુજબ જ્યાં સુધી નો–હોકર્સ ઝોન વિસ્તારમાંથી લારી–ગલ્લાના દબાણો બંધ નહિં કરાય ત્યાં સુધી ૫ાલિકા દ્વારા દબાણ હટાવ ઝુંબેશ ચાલુ રહેશે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"



