જીઆઈડીસીની કંપનીમાં બ્લાસ્ટ, ૨ કામદારના મોત

0
10

અંકલેશ્વર,તા.૧૫
અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી પ્રિતેન હેલ્થ કેર કંપનીમાં શુક્રવારે વહેલી સવારે બ્લાસ્ટ થતાં ભીષણ આગ લાગી હતી. જેમાં ૨ કામદારોના મોત નીપજ્યા છે. જ્યારે આગને પગલે પ્લાન્ટ બળીને ખાખ થઇ ગયો હતો.
હેલ્થ કેર કંપનીમાં આગ લાગી હોવાની જાણ થતાં ફાયરબ્રિગેડની ૬ ગાડીઓ ઘટના સ્થળે પહોંચી ગઇ હતી. ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. આ ઘટનામાં બે કામદારોના મોત નીપજ્યા હતા. જ્યારે અન્ય બે કામદારો ગંભીર રીતે દાઝ્યા હતા. જેઓને સારવાર અર્થે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.

 

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY