ભરૂચ શહેરની એમિટી શાળા ખાતે યાત્રા-પશ્ચિમલાપ કાર્યક્રમ યોજાયો…

0
144

ભરૂચ,
૯/૩/૨૦૧૮

આજ રોજ ભરૂચમાં આવેલ એમિટી શાળામાં યાત્રા-પશ્ચિમલાપનું આયોજન કરવામાં આવ્યું હતું.ગુજરાત સરકારના રમતગમત, યુવા અને સાંસ્કૃતિક પ્રવૃત્તિઓ વિભાગ,ગાંધીનગર તથા ભરૂચ જિલ્લા વહીવટી તંત્રના સહયોગ અને વેસ્ટર્ન ઝોન કલચર સેન્ટર, ઉદયપુર દ્વારા આયોજિત પશ્ચિમ ભારતના રાજ્યોની લોક સંસ્કૃતિને પ્રદર્શિત કરનાર રાષ્ટ્રીય કક્ષાનો સંગીતનૃત્ય સાંસ્કૃતિક કાર્યક્રમ યોજાયો હતો.

આ કાર્યક્રમમાં પશ્ચિમભારતના રાજ્યો રાજસ્થાન, ગુજરાત, મધ્યપ્રદેશ,મહારાષ્ટ્ર, ગોવા તથા દિવ-દમણના ૧૦૦ જેટલાં કલાકારો દ્રારા તેમના પ્રદેશની લોક સંસ્કૃતિને પ્રદર્શિત કરતો સાંસ્કૃતિક કાર્યક્રમ યાત્રા-પશ્ચિમલાપ નું આયોજન કરવામાં આવ્યું હતું.જેમાં લગભગ ૧૫૦૦ થી વધુ લોકો ઉપસ્થિત રહી આ કાર્યક્રમને માણ્યો હતો.

આ કાર્યક્રમનું વિધિવત ઉદ્દઘાટન ભરૂચ તાલુકાના મામલતદાર ટી.એમ. પટેલ,ભરૂચ જિલ્લા શિક્ષણાધિકારી નૈષેધ મકવાણા, જિલ્લા રમત ગમત અધિકારી શ્યામુ પાંડોર,વેસ્ટર્ન ઝોન કલચર સેન્ટર, ઉદયપુરના પ્રોગ્રામ ઓફિસર હેમંત મહેતા, એમિટી શાળાના મેનેજિંગ ટ્રસ્ટી રણછોડ શાહ, શાળાના આચાર્ય પ્રકાશ મહેતાના વરદ હસ્તે કરવામાં આવ્યુ હતું.જેમાં રાજેસ્થાનની પારંપરિક ગાયક જાતિ લંગા વ માંગણીયારએ રાજેસ્થાનમાં તહેવારોમાં ગવાતા ગીતો રજુ કર્યા હતાં.સાથે તેવોનું સુપ્રસિધ્ધ કાલબેલિયા નૃત્યમાં કલાકારોએ સ્ટંટ રજૂ કરી લોકોના જીવ અઘ્ધર કરી દીધાં હતાં.ગુજરાત ની સમૃદ્ધ ભવાઈ પરંપરાના ભાગ રૂપે કેરવાનો વેશ રજૂ કરી તલવાર રાસ સાથે લોકોના માનમોહી લીધા હતાં.

મહારાષ્ટ્રના લોકોએ સુપ્રસિધ્ધ લાવણી નૃત્ય રજૂ કર્યું હતું.જ્યારે ગોવાના લોકોએ સમઈ અને દેખણી નૃત્ય રજૂ કરી વિવિધ વાધોનો ઉપયોગ કરી સંગીમય રજૂઆત કરી હતી.અને મધ્યપ્રદેશના લોકોએ પારંપરિક રાઈ લોકનૃત્ય કરી પોતાનો પરિચય આપ્યો હતો. અત્રે ઉલ્લેખનીય છે કે આવા યાત્રા-પશ્ચિમલાપનું આયોજન થતું રહે જેનાથી એક બીજાની સંસ્કૃતિની ખરા અર્થમાં માન સન્માન મળી રહે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY