સલાબતપુરા પોલીસની ટેક્ષટાઈલ પોલીસ ચોકીમાં ચીટીંગના આરોપી સાથે નાસ્તો કરવાનું પોલીસ કર્મચારીઓને ભારે પડી ગયું હતું. ખુદ ફરિયાદીએ જ પોતે જ આ ઘટનાનો વીડિયો ઉતારીને પોલીસ કમિશનર સતીશ શર્માને મોકલી આપ્યો હતો. જેની તપાસ સી.ડીવીઝનના એ.સી.પી.ને સોંપવામાં આવી છે. આ અંગે જાણવા મળતી વિગતો મુજબ, કોઈપણ ગેરકાયદે પ્રવૃત્તિ હોય કે કોઈ સમસ્યા હોય તે માટે પોલીસ કમિશનર શર્માએ એક નંબર જાહેર કર્યો છે. જેમાં અલગ અલગ પ્રકારની ફરિયાદો આવી રહી છે. દરમિયાન આજે એક એવો વીડિયો વાયરલ થયો છે. જેમાં સલાબતપુરા પોલીસની રીંગરોડ ખાતે આવેલી ટેક્ષટાઈલ પોલીસચોકીમાં ચીટીંગનો આરોપી સતવીરસિંગ ઉર્ફે ચિંતું પોલીસ કર્મચારી સાથે જ બેસીને ટેબલ પર નાસ્તો કરે છે. હાલ તે પોલીસની કસ્ટડીમાં છે, જોકે તેની સામે ફરિયાદ કરનારે જ આ ઘટનાનો પોતાના ફોનમાં વીડિયો ઉતારી લીધો હતો અને પોલીસ કમિશનર સતીશ શર્માને મોકલી આપ્યો હતો. જોકે મોડી સાંજે પોલીસ કમિશનરે સલાબતપુરા પી.આઈ વી.જે. ચોઘરીને અને જે પોલીસ કર્મચારી હેડ. કોન્સ સંજય રતન વીડિયોમાં દેખાય છે તેને કમિશનર કચેરીએ બોલાવ્યા હતા. જોકે આ કેસની વધુ તપાસ સી. ડીવીઝનના એ.સી.પી પી.કે.પટેલને સોંપી દેવામાં આવી છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"