દહેજ પોલીસે રાત્રી ચેકિંગ દરમિયાન લૂંટ- ચોરીના ઇરાદે ફરતા પાંચ ઈસમો ઝડપી પાડયા

0
278

ભરૂચ પોલીસ અધિક્ષક સંદિપસિંહ તેમજ નાયબ પોલીસ અધિક્ષક ચૌહાણ ની ઝીરો ટોલરન્સની નીતિ અખત્યાર કરવા આપેલ સુચના મુજબ ગત રાત્રિએ દહેજ પોલીસ સ્ટેશનના પી.આઈ જે એન ઝાલા તેમજ પો.સ.ઇ એસ.એન પાટીલ અને સ્ટાફના માણસો જુદી જુદી જગ્યાએ વાહન ચેકિંગ માટે કાર્યરત હતા ત્યારે એક તવેરા ગાડી અટકાવી તેનું ચેકિંગ કરતાં પોલીસ અચંબામાં મૂકાઇ ગઇ હતી સદર તવેરા ગાડી માંથી ધારદાર છરા અને સાણસો મળી આવેલ, જે બાબતે તવેરા માં બેઠેલ તમામ ઇસમો ની પૂછપરછ કરતાં સંતોષકારક જવાબ મળેલ નહીં જેથી તેઓની અટકાયત કરેલ. 1.ડ્રાઇવર આસિક અલ્લારખ્ખા સિંધી રહે 11 ગરીબ નવાજ સોસાયટી મકતમપુર ભરૂચ.
2 ગુરૂસેવકસીંગ ઉર્ફે ગીલ s/o ભોલાસિંગ રાધાસીંગ શીખ હાલ રહે, વાડિયા તા.વાગરા જી. ભરૂચ મુળ રહે, ઓઠીયા થાના- રાજાસાંસી તા.અજનાલા જી. અમૃતસર 3.વિરેન્દ્રસિંગ જશમેલસિંગ રહે, ૧૭ દલનગર ,સંપૂર્ણનગર ,ખીરી (યુ.પી.) હાલ રહે, નબીપુર હાઈવે ગુરુદ્વારા તા.જી. ભરૂચ 4. હરજીન્દ્રસિંગ બલદેવસિંગ ઝાટ હાલ રહે ,નબીપુર હાઇવે ગુરુદ્વારા તા.જી ભરૂચ મુળ રહે, અજનાલા બગાખુર્ડ અમૃતસર પંજાબ 5.કુલદીપકુમાર ઉર્ફે ડોન વિક્કી દલવીરરાજ રહે, દહેજ નવા વાડીયા , માતાજીના મંદિર પાસે તા.વાગરા જી.ભરૂચ મુળ રહે, મગરાલા ,તા.દીનાનગર , જી.ગુરદાસપુર (પંજાબ)

આ તમામ ગુનેગારોની પૂછપરછ કરતાં ડ્રાઇવર પાસેથી મળતી હકીકત મુજબ પેશન પ્રો. મોટરસાયકલ કે જે વડોદરાના ગોત્રી વિસ્તારમાંથી ચોરાઈ હોવાની ફરિયાદ નોંધાઇ હતી તેમજ તમામ આરોપીઓ દહેજમાં વારંવાર નોકરી કે અન્ય કારણોસર ફરતા થતાં હોવાથી દહેજ પોલીસ સ્ટેશન વિસ્તારની ભૌગોલિક પરિસ્થિતિ વાકેફ હોઇ અગાઉ પણ આ આરોપીઓમાંથી વિક્કી ડોન ઘરફોડ ચોરીમાં પકડાયેલા હતો જેથી તમામ આરોપીઓ શંકાના દાયરામાં હોઇ અન્ય કેટલા ગુનાઓમાં સંડોવાયેલા હોવાનું લાગી આવતા અટક કરી તેઓની તલસ્પર્શી તપાસ પો.સ.ઇ એસ.એન પાટીલ ચલાવી રહ્યા છે

અત્રે ઉલ્લેખનીય છે કે છેલ્લા કેટલાક સમયથી ભરૂચપોલીસ અધિક્ષક જિલ્લાના અધિકારીઓને ગુના કઈ રીતે કરવા તેની દોરવણી આપી રહ્યા છે જેના પરિણામે ભરૂચમાંથી ગુનેગારોનું પ્રમાણ ઘટવા તેમજ ગુનેગારો ગુનો કરતા પહેલા પકડાઈ જવાની ઘટનાઓ બની છે જેથી આવનારા દિવસોમાં જિલ્લામાં ઝીરો ક્રાઇમ ટોલરન્સ નીતિ કારગર નીવડશે એમ લાગી રહ્યું છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY