સમસ્ત વાલ્મિકી સમાજ સેવા વિકાસ વેલ્ફર ટ્રસ્ટની રજૂઆતો ને પગલે સફાઈ કર્મચારીઓને કાયમી ઓર્ડર અપાયાં

0
140

જ્યારે બીજા અન્ય વિભાગોમાં કામ કરતાં સફાઈ કર્મીઓને કાયમી ઓર્ડર નહીં અપાતા વિવાદ સર્જાયો હતો.

ભરૂચ;
ગત છ માસ પૂર્વે સમસ્ત વાલ્મિકી સમાજ સેવા વિકાસ વેલ્ફર ટ્રસ્ટ અને બીજા અન્ય સંગઠનો દ્રારા સફાઈ કર્મચારીઓની વિવિધ માંગણીઓને લઈને હડતાળ પાડી ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલ ,નગર પાલિકા પ્રમુખ અને મુખ્ય અધિકારીને રજૂઆતો કરી હતી.જેના આધારે ભરૂચના ધારાસભ્ય દુષ્યંત પટેલની રજૂઆતો ને લઈને આજ રોજ સવારે ભરૂચ નગર પાલિકા દ્રારા ૫૮+૫=૬૩ સફાઈ કર્મચારીઓને કાયમી ઓર્ડર આપવાના કાર્યક્રમનું આયોજન નગર પાલિકાના સભાખંડમાં કરવામાં આવ્યું હતું.પરંતુ બીજા અન્ય વિભાગોમાં સફાઈ કર્મચારી તરીકે કામ કરતાં કર્મીઓ વર્ષોથી સફાઈ કામગીરી કરતાં હોઈ તેઓને કાયમી નોકરીના ઓર્ડર નહીં અપાતાં સફાઈ કર્મી બહેનો ઉશ્કેરાઈ હતી.અને આગેવાનોનો ઘેરાવ કરી ઉગ્ર રજૂઆતો કરી હતી.જે અંગે મુખ્ય અધિકારી સંજય સોની દ્રારા હજુ બીજા અન્ય વિભાગોમાં કામગીરી કરતાં સફાઈ કર્મીઓની કાર્યવાહી ચાલું હોઈ તે લોકોને પણ આવનારા સમયમાં સમાવામાં આવશે એવી હૈયાધારણ આપતા મામલોથાળે પડ્યો હતો.

રિપોર્ટર:-પ્રકાશ મેકવાન,ભરૂચ.
મો:-9537920203.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY