એલ.પી.સવાણી એકેડેમીમાં ગયા વર્ષની ફી નહી ભરતા ૧૦ વિદ્યાર્થી સસ્પેન્ડ

0
273

સીબીએસઇ બોર્ડનું આજથી નવુ શૈક્ષણિક સત્ર શરૂ થવાની સાથે જ ગત વર્ષે જે વિદ્યાર્થીઓએ ફી ભરી ના હતી તેવા વેસુની એલ.પી.સવાણી એકડમીકમાં ભણતા ૧૦ વિદ્યાર્થીઓને સંચાલકોએ સસ્પેન્ડ કરી દેતા ભારે હોબાળો મચી જવા પામ્યો છે. છેલ્લા એક મહિનાથી ફી ને લઇને વાલીઓ તેમજ શાળા સંચાલકો વચ્ચે લડાઇ ચાલી રહી છે.શાળા સંચાલકો વિદ્યાર્થીઓની પુરેપુરી ફી ભરે તો જ પરિણામ બતાવવાનો ફતવો જારી કરી રહયાં છે, તો બીજી તરફ વાલીઓ કોર્ટનો હુકમ આવશે તો ફી ભરી દઇશું. એમ કહીને ફી ભરી રહયાં છે. બીજી તરફ જિલ્લા શિક્ષણાધિકારી નિર્ણય કરી શકે તેમ હોય છે. પરંતુ કોર્ટના આદેશ ના કારણે તેમના પણ હાથ બંધાયેલા હોય છે. વાલીઓની ચાલી રહેલી આ લડાઇ વચ્ચે આજથી સીબીએસઇ બોર્ડમાં નવુ શૈક્ષણિક વર્ષ શરૃ થઇ ગયુ છે. અને આ નવા વર્ષની શરૃઆત સાથે જ વેસુની એલ.પી.સવાણી એકેડમીકના સંચાલકોએ ગત આખુ વર્ષ ફી નહીં ભરનારા દસ વિદ્યાર્થીઓને શાળામાંથી સસ્પેન્ડ કરી દેતા વાલીઓમાં ગભરાટ મચી જવા પામ્યો છે. શાળા સંચાલકોના જણાવ્યા મુજબ કોર્ટના આદેશ મુજબ જ આ કાર્યવાહી કરાઇ છે. જેમાં વાલીઓને ફી ભરી જવા માટે રિમાઇન્ડર કરવામાં આવ્યા હતા. તેમ છતા આખુ વર્ષ ફી નહીં ભરતા સસ્પેન્ડ કરવાનો નિર્ણય લેવાયો છે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY