ભરૂચ જિલ્લામાં બે સ્થળેથી લાખો રૂપિયાનો વિદેશી દારૂ ઝડપાયો: મંગાવનાર, મોકલનાર કોણ

0
978

ભરૂચ: ગાંધીના ગુજરાતમાં દારૂબંધી હોવા છતાં વિદેશી દારૂની રેલમછેલ ચાલી રહી છે તેનો વધુ એક પુરાવો.
પ્રાપ્ત માહિતી અનુસાર ગઈકાલ રાત્રીએ ભરૂચ એલસીબી પી.આઈ. એસ.સી.તરડે અને તેમની પોલીસ ટિમ પ્રાઈવેટ વહિકલમાં પેટ્રોલિંગમાં હતા દરમિયાન અ.હે.કો. જ્યેન્દ્રસિંહને બાતમીદાર દ્વારા માહિતી મળી હતી કે આમોદ તાલુકાના સમની ગામ પાસે આવેલ નર્મદા હોટલના પાર્કિંગ એરિયામાં એક રાજસ્થાન પાસિંગની ટ્રક ઉભેલી હતી જેનો નંબર RJ-42-GA-1646 જેમાં બે આરોપી નામે નંદસિંહ શિવરાજસિંહ રાઠોડ ઉ.વ.26 રહે. ગામ. શાસ્ત્રી નગર, કિશન ગઢ જિલ્લા: અજમેર, રાજસ્થાન તેમજ બીજો આરોપી નામે મહેન્દ્રસિંહ દુર્ગાસિંહ રાજપૂત ઉ.વ.35 રહે. બરોલ, તા. માલપુર જિલ્લા: ટોક ની અટકાયત કરી હતી. જ્યારે પકડાયેલ અલગ અલગ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ નંગ-490 જેની કિંમત રૂ.28,41,600/- સાથે જ ટ્રકની કિંમત 15,00,000/- રોકડા રૂપિયા 20,000/- સહિતનો મુદ્દામાલ મળી કુલ રૂ.43,73,600/- ઝડપી પાડ્યો હતો.
એકંદરે ભરૂચ જિલ્લા એલસીબીની કામગીરી ગુન્હા શોધવામાં અને વિદેશીદારૂ પકડવામાં સારી રહેતા, કોઈ વિઘ્નસંતોષી એ શહેરમાં આ તહેવારો જોઈ ઉપદ્રવ કરાવ્યો હોવાની શંકા પણ ઉપજી આવી હોય એમ લાગી રહ્યું છે.
જ્યારે બીજી રેડ વડોદરા આર.આર.સેલની આગેવાની હેઠળ આજરોજ ભરૂચ શહેર ના ઇન્દિરાનગર ખાતે પાડી હતી જેમાં વિવિધ બ્રાન્ડની વિદેશી દારૂની પેટીઓ નંગ. 120 પેટીઓ સહિત મુદ્દામાલ જેની કુલ કિંમત રૂ.5,76,610/- ઝડપી પાડ્યો હતો. જેમાં ઘરમાં થી દારૂ પકડાયો તે બુટલેગર બબુલ સ્થળ પરથી ફરાર થઈ ગયો હતો.
આમ જોઈએ તો બંને રેડ થવી આવકારદાયક છે પરંતુ પ્રજાને એ નથી સમજાતું કે એલસીબી ને જો આટલી મોટી બાતમી મળી હોય તો એ માલ કોનો? સમની પાસે પકડાયેલ માલ લોકચર્ચા મુજબ કયાતો કોઈ જુના જોગી મુન્ના ઈંદ્રિશ કે નયન નોજ હોય કેમકે હાલના તમામ કેસ માં બુટલેગર ફરાર છે શહેર ની વચ્ચે આવેલ ઈન્દિરાનાગર માંથી ૧૨૦ જેટલી પેટી પકડાય છે જેમાં બહુ ચર્ચિત બુટલેગર નામે બબુલ વોન્ટેડ છે અને આ માલ કોણે મોકલ્યો?
આજની સમગ્ર રેડ જોતા આર આર સેલ વડોદરા થી આવી શહેરમાં ૧૨૦ પેટી દારૂ પકડે તો પ્રજાને જાણવા નો હક્ક છે કે ભરૂચ એ-ડીવીઝન પોલિસનો ડી-સ્ટાફ શુ કરે છે? શહેર માં આટલો મોટો દારૂનો જથ્થો આવ્યો તો પકડાયો ને? આ રેડની જાળમાંથી મગર બચીને માછલીઓ ફસાય એમ બનતું હોય છે જેમાં જવાબદાર કોણ?
એજ બતાવી આપે છે કે નાઈટ રાઉન્ડમાં ફરજ પર રહેલા સ્ટાફ દ્વારા શુ રંધાય છે.
આ સમગ્ર રેડ જોતા આવનાર દિવસો માં પોલીસ અધિક્ષક સાગમટે એલસીબી અને એ-ડિવિઝનના ડી-સ્ટાફનું જિલ્લા બહાર બદલી કરે એ જરૂરી થઈ પડ્યું છે. જેથી હપતાખાઉં પોલીસ ને લપડાક મળે એ જરૂરી થઇ પડ્યું છે જોકે આવનાર સમયે જિલ્લા પોલીસ અધિક્ષક દ્વારા કોઈ પગલાં ભરાશે કે નહીં તે તો આવનારો સમય જ બતાવશે. સાથે જ વિદેશી દારૂના મોટા વેપારીઓને ઝડપી પડવાના ચક્રો ગતિમાન કરશે કે કેમ તે પણ આવનાર સમયે ખબર પડશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY