આજ રોજ ભરૂચ ન્યાયાલય સંકુલ ખાતે મામલતદાર કચેરી,નગરપાલિકા,આરોગ્ય વિભાગ,સમાજ સુરક્ષા વિભાગ, જિલ્લા ગ્રામ વિકાસ એજન્સી, જિલ્લા ઉદ્યોગ કેન્દ્ર વગેરેના સહયોગથી લીગલ સર્વિસ કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.
લીગલ સર્વિસ કેમ્પનું વિધિવત ઉદ્દઘાટન ભરૂચ જિલ્લા ન્યાયાધીશ સી.એમ.ભટ્ટના વરદ હસ્તે કરવામાં આવ્યું હતું.આ પ્રસંગે લીગલ સર્વિસના સેક્રેટરી પી.જી.સોની,નગરપાલિકાના મુખ્ય અધિકારી સંજય સોની, સહિત વિવિધ વિભાગના અધિકારી ઉપસ્થિત રહ્યા હતાં.આ લીગલ સર્વિસ કેમ્પમાં અરજદારોને જાતિના દાખલા, આવકના દાખલા,વિકલાંગોની યોજના, વિધવા પેન્શન,વૃદ્ધા પેન્શન સહિત બીજી અન્ય યોજનોના કાર્ડ અને દાખલો આપવામાં આવ્યા હતા. જેમાં મોટી સાંખ્યમાં અરજદારો હજાર રહી આ કેમ્પનો લાભ લીધો હતો.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"