દારૂના અડ્ડા પર રેડ પાડવા ગયેલી પોલીસ પર હુમલો, ૫ રાઉન્ડ ફાયરિંગ

0
8

ભાવનગર,તા.૮
ભાવનગરના જેસરમાં પોલીસ પર હુમલો થયાના અહેવાલ મળી રહ્યા છે. ભાવનગરના જેસર તાબાના પીપરડી ગામમાં દેશી દારૂના અડ્ડા પર રેડ પાડવા ગયેલી પોલીસ પર બુટલેગરોએ હુમલો કર્યો હતો.
અહીં દેશીના દારૂના અડ્ડા પર જેસરના પીએસઆઈ વાઘેલા અને તેમનો સ્ટાફ રેડ પાડવા ગયા હતા. તે દરમિયાન બુટલેગરોએ પોલીસ અને તેની કાર પર હુમલો કર્યો હતો. આ ઘટનામાં પોલીસની કારને નુકાસાન થયું હોવાનું સામે આવ્યું છે. મહત્વનું છે કે પોલીસે હુમલાખોરોને ભગાડવા માટે હવામાં ૫ રાઉન્ડ ફાયરિંગ કર્યું હોવાનું પણ જાણવા મળ્યું છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY