રાત્રે મુખ્યમંત્રી રૂપાણી સુરતમાં ફેમિલી ફાર્મર અભિયાનનો શુભારંભ કરાવશે

0
8

પદ્મશી મથુરભાઈ સવાણીની રોગમુક્ત તંદુરસ્ત સમાજના નિર્માણ માટેની અનોખી પહેલ
સુરત, તા.૮

ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા લોકો રસાયણમુક્ત ખોરાકનું સેવન કરતાં થાય એ માટે સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટના પ્રમુખ પદ્મશ્રી મથુરભાઈ સવાણીએ રોગમુક્ત તંદુરસ્ત સમાજના નિર્માણ માટે અનોખી પહેલ કરી ‘ફેમિલી ફાર્મર અભિયાન’નો પાયો નાંખ્યો છે. આ અભિયાનનો સુરત ખાતેથી શનિવાર તા.૮મીના રોજ મુખ્યમંત્રી વિજયભાઈ રૂપાણી પ્રારંભ કરાવશે.
આજના યુગમાં લોકોને સાપ્રત સમયમાં શુધ્ધ અને સાત્વિક ખોરાક મળી રહે તેવા આશયથી સૌરાષ્ટ્ર જલધારા ટ્રસ્ટ દ્વારા અને અનોખું અભિયાન ગાય આધારિત પ્રાકૃતિક ખેતી દ્વારા રસાયણમુકત ખોરાક મળી રહે તે માટે ફેમિલી ફાર્મર અભિયાન હાથ ધરવામાં આવ્યું છે. લોકોના રસોઈ ઘરમાં રસાયણમુકત ખોરાકની પ્રાપ્તિ અને અનેક રોગોમાંથી મુકતિ સાથે તંદુરસ્ત સમાજનું નિર્માણ થશે. તેમજ વિલાયતી ખાતર અને જંતુનાશક દવાઓમાંથી મુકિત તથા ખેડૂતોને પર્યાપ્ત ઉત્પાદન સાથે ખર્ચમાં ધટાડો થશે.
રાસાયણિક ખાતર, જંતુનાશક દવાઓમાંથી મુકિત, ખેડૂતોને પૂરતા પ્રમાણમાં ઉત્પાદન ખર્ચમાં ઘટાડા સાથે રોગમુકત અને સ્વસ્થ સમાજ તેમજ ભાવિ પેઢીને આરોગ્યપ્રદ જીવન વારસો આપવાનું ‘ફેમિલી ફાર્મર અભિયાન’નું ધ્યેય છે. જેમાં ગાયની ઉપયોગિતા સાથે ગૌસેવા અને પ્રાકૃતિક ખેતી દ્વારા ૫૦ ટકા પાણીની બચત થઈ શકે છે. ગૌસંવર્ધન ઉપરાંત ખેતીમાં જીવામૃતના ઉપયોગથી ખેડૂતોના મિત્ર એવા અળસિયાની પણ ઉત્પતિ થાય છે. સરવાળે ખેડૂતને મબલખ ફાયદો થશે.
અભિયાનના પ્રણેતા મથુરભાઈ સવાણી જણાવે છે કે, પ્રાકૃતિક જૈવિક ખેતી વિષે સમાજનો મોટો વર્ગ અજાણ છે. જેમને ગાય આધારિત પ્રાકૃતિક ખેતી અને જૈવિક ખેતીના અનેક ફાયદાઓથી લાભાન્વિત કરવાનો પણ હેતુ છે.
વર્ષોથી અનેક સામાજિક સેવાકાર્યો સાથે જોડાયેલા શ્રી મથુરભાઇએ જૈવિક ખેતીમા અમૂલ્ય યોગદાન આપનાર પદ્મશ્રી શ્રી સુભાષ પાલેકરના જીવનમાંથી પ્રેરણા લઇને ફેમિલી ફાર્મર અભિયાનના શ્રી ગણેશ કર્યા છે. તેઓ ઉમેરે છે કે, જેમ આપણા ફેમિલી ડોકટરો હોય છે, તેવી જ રીતે ફેમિલી ફાર્મર પસંદ કરવાનો સમય આવ્યો છે. આ અભિયાન અંતર્ગત  www.familyfarmerabhiyaan.com નામની વેબસાઇટ લોન્ચ કરવામાં આવી છે. આ વેબસાઇટ ઉપર ગાય આધારિત પ્રાકતિક ખેતી કરતા ખેડૂતોનું લિસ્ટ મૂકવામાં આવ્યું છે. જેમાંથી અનુકૂળ ફાર્મરની પસંદગી કરી એમની સાથે એગ્રીમેન્ટ પણ થઇ શકશે. જે ખેડૂત તેના ખેતરમાં પ્રાકૃતિક ખેતી કેવી રીતે થાય છે, તેના જીવંત દ્રશ્યો, જીવામૃત બનાવવાની રીત, પિયત પદ્ધતિ, તે પાકના ઉત્પાદનનો ગ્રોથ, પાકનું પેકિંગ વગેરે મોબાઇલના માધ્યમથી જ રોજ રોજ જણાવતાં હેશે. આ અભિયાન દેશના લોકોને રસાયણમુકત ખોરાક આપીને અનેક પ્રકારની બિમારીમાથી મુક્તિ અપાવશે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY