ભાવનગર,તા.૨૪
ગુરૂવારે બજરંગદાસ બાપાની ૪૨મી પુણ્યતિથિ મહોત્સવની ભવ્ય ઉજવણીમાં ભાવનગર જીલ્લાના ગુરુ આશ્રમ બગદાણા ધામ ખાતે હજારોની સંખ્યામાં ભાવિક મહેરામણ ઉમટી પડ્યા છે. જેમાં મોટી સંખ્યામાં બગદાણાધામ ખાતે ભાવિકોએ દર્શનનો લાભ લીધો હતો
બજરંગદાસ બાપાની ૪૨મી પૂણ્યતિથી મહોત્સવની ઉજવણી નિમિત્તે મોટી સંખ્યામાં ભક્તો બગદાણા પહોંચી રહ્યા છે. વહેલી સવારથી જ બગદાણાના માર્ગો બાપા સીતારામનાં નાદ સાથે ગુંજી ઉઠ્યા છે. ભકિતમય માહોલ વચ્ચે વહેલી સવારે પાંચ કલાકથી ધાર્મિક કાર્યક્રમનો આરંભ થયો હતો. પાંચ વાગ્યે મંગળા આરર્તીબાદ, ધ્વજ પુજન, આરતી અને ગુરૂ મહિમ પુજન જેવા ધાર્મિક કાર્યક્રમો યોજાયા હતાં. તો ગામમાં નીકળેલી બજરંગદાસ બાપાની પાલખી યાત્રામાં ભક્તોનું મહેરામણ ઉમટી પડ્યું હતું. ભક્તોના પ્રવાહને ધ્યાને રાખી રસોડાના કામ માટે ૭૦ જેટલા ટ્રેકટરો કામે લાગ્યા છે. મહાપ્રસાદીમાં ૧૨૦૦ મણ લાડુ, ૪૦૦ મણ ગાઠીયા, ૫૦૦ મણ શાકભાજી, ૨૫૦ મણ ચોખા તથા ૧૫૦ મણ દાળની પ્રસાદી બનાવવામાં આવી છે. બજરંગદાસબાપાની તપોભૂમિ બગદાણા મુકામે રોજ બગદાણાના માર્ગો બાપા સીતારામનાં નાદથી ગુંજી ઉઠ્યા હતા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




