જિલ્લા કક્ષાનો માહે- એપ્રિલ૨૦૧૮ નો જિલ્લા ફરિયાદ નિવા૨ણ કાર્યક્રમ આગામી તા.૨૬/૦૪/૨૦૧૮ (ગુરૂવાર) ના રોજ સવારે ૧૧-૦૦ કલાકે કલેકટ૨ કચેરી, ભાવનગ૨ ખાતે યોજવામાં આવના૨ છે.
આ ફરીયાદ નિવા૨ણ કાર્યક્રમમાં સર્વિસ મેટર, નિતી વિષયક, કોર્ટ મેટર તથા સામુહીક પ્રશ્નો સિવાયની અરજી કે જે જિલ્લા કક્ષાએ નિર્ણય લઇ શકાય તેવી એક વિષયની એક અરજી અરજદાર પોતે રૂબરૂ આધાર પુરાવા સાથે રજુઆત કરી શકશે અને આવા પ્રશ્નો માટેની અરજી તા.૧૦/૦૪/૨૦૧૮ સુધીમાં રજાનાં દિવસો સિવાય રોજ સવારના ૧૧-૦૦ કલાક થી બપો૨ના ૪-૦૦ કલાક સુધી કલેકટ૨ કચેરી, રજીસ્ટ્રી શાખા ખાતે સ્વીકા૨વામાં આવશે. જેની જાહે૨ જનતાએ નોંધ લેવા વિનંતી છે. તેમ જિલ્લા કલેકટર, ભાવનગર દ્વારા જણાવ્યુ છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. +91 9978406923
"વંદે માતરમ ,ભારત માતાકી જય"