ન્યુ દિલ્હી,
તા.૩/૪/૨૦૧૮
સીબીએસઇએ ધોરણ-૧૦ની ગણિતની પરીક્ષાને ફરીથી નહીં લેવાનો નિર્ણય લીધો છે. પેપર લીકનો કેસ સામે આવ્યા બાદ બોર્ડની તરફથી કહેવામાં આવ્યું હતું કે અમે આ પરીક્ષાને ફરીથી લેવાનું વિચારીશું. આની પહેલાં બોર્ડે દિલ્હી-એનસીઆર અને હરિયાણામાં રી-ટેસ્ટની વાત કહી હતી, એવામાં આ સમાચાર અહીંના વિદ્યાર્થીઓને રાહત આપનારા છે.
પરીક્ષાની કોપીઓ જાયા બાદ આ સંબંધમાં નિર્ણય લેવાયો છે. બોર્ડનું કહેવું છે કે પેપર લીકના પ્રકરણની કોપીઓ પર અસર પડેલી દેખાઇ નથી. એવામાં ફરીથી પરીક્ષા યોગ્ય રહેશે નહીં. ઉલ્લેખનીય છે કે ૧૦માની ગણિતની પરીક્ષા ૨૮મી માર્ચના રોજ થઇ હતી.
બોર્ડે તપાસ કરવા માટે કેટલીક કોપીઓની તપાસ કરી કે લીકના લીધે વિદ્યાર્થીઓના જવાબમાં અંતર છે કે નહીં. આ સિવાય માનવ સંસાધન મંત્રાલય અને સીબીએસઇનું માનવું છે કે ૧૦મા ધોરણની પરીક્ષા સિનિયર સેકન્ડરીમાં અભ્યાસ માટે અગત્યની હોય છે, જ્યારે ધોરણ ૧૨ બાદ યુનિવર્સિટીનો પણ અભ્યાસ શરૂ થતો હોય છે. એવામાં ૧૦મા અને ૧૨માને લઇ અલગ-અલગ વલણ અપનાવાનો નિર્ણય લઇ શકાય છે.
બોર્ડના સૂત્રોનું કહેવું છે કે જા કોઇ વિદ્યાર્થીનું આંતરિક અસેસમેન્ટ નબળું રહ્યું છે અને મેન પેપરમાં સારી ટકાવારી આવે છે તો અમે રિઝલ્ટનું સંપૂર્ણ પણે પરીક્ષણ કરીશું. જા કે ૧૨માનું ઇકોનોમિક્સનું પેપર ૨૫મી એપ્રિલના રોજ ફરીથી લેવાશે. ઇકોનોમિક્સનું પેપર લીક થવાના કેસમાં અત્યાર સુધીમાં ત્રણ લોકોની ધરપકડ કરી જેલમાં મોકલાયા છે. તેમાઁથી બે આરોપી ખાનગી સ્કૂલના ટીચર જ્યારે એક ટ્યુટર છે.
આની પહેલાં બોર્ડે દિલ્હી-એનસીઆર અને હરિયાણામાં રી-ટેસ્ટની જાહેરાત કરી હતી. એવામાં આ સમાચાર અહીંના વિદ્યાર્થીઓને રાહત આપનારા છે. બોર્ડનું કહેવું હતું કે પેપર એ વિસ્તારોના જ છે જે સર્કુલેટ થયા હતા, એવામાં અહીં ફરીથી આયોજીત કરી શકાય છે.
ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861
"વંદે માતરમ ,ભારત માતાકી જય"