ભાવનગર,તા.૬
મન હોય તો માળવે જવાય આ સિદ્ધિને ભાવનગરના મૂંગા બહેરા શાળાની વિદ્યાર્થીનીએ કુદરતે આપેલી ખોટ હોવા છતાં સફળતાને સર કરી સાબિત કરી બતાવી છે. ખેલ મહાકુંભમાં મૂંગા બહેરા શાળાએ બાજી મારીને રાજ્ય કક્ષાએ ૪૪ મેડલ મેળવીને ડંકો વગાડ્યો છે તો આ શાળાની કહેવાતી પીટી ઉષા એટલે કે પ્રભા સોલંકી ખેડૂતની દીકરી હોઈ ત્યારે ખેલ મહાકુંભમાં પ્રતિભા પુરસ્કાર મેળવ્યો છે. પ્રભા સોલંકીએ દરેક મૂકબધીરને અને સમાજના બાળકોને સંદેશો આપ્યો છે કે જીવનમાં મહેનત કરો, કિયારેય તમે નિષ્ફળ નહીં થાવ. મૂકબધીર પ્રભા સોલંકીએ અત્યાર સુધીમાં રાજ્ય અને રાષ્ટ્રીય કક્ષાએ મળીને ૪૭ મેડલ પ્રાપ્ત કર્યા છે.
ભાવનગર શહેરની મૂંગા બહેરાની શાળામાં કુદરતે આપેલા ખોટ વચ્ચે જિંદગીને સફળ બનાવવા અભ્યાસ ચાલે છે. હાથના ઈશારે ચાલતી જિંદગીમાં પણ જીવનને સુખમય બનાવા પ્રયત્નો થતા હોઈ છે ત્યારે મૂંગા બહેરાની શાળાના ૨૬ વિદ્યાર્થીઓએ ખેલ મહાકુંભમાં અલગ અલગ પ્રવૃત્તિમાં ભાગ લીધો હતો. જેમાં શાળાના ૨૬ વિદ્યાર્થીઓ મળીને ૪૪ મેડલો પ્રાપ્ત કરીને આવ્યા છે જેમાં ૧૬ ગોલ્ડ મેડલ, ૮ સિલ્વર અને ૨૦ બ્રોન્ઝ મેડલનો સમાવેશ થાય છે. શાળામાં પીટી ઉષાના નામથી જાણીતી પ્રભા સોલંકી ૧૬ વર્ષની છે, તેણે ખેલ મહાકુંભમાં દોડમાં ભાગ લઈને રાજ્ય કક્ષાનો પ્રતિભા પુરસ્કાર એવોર્ડ મેળવીને શાળા અને ભાવનગરનું નામ રોશન કર્યું છે.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




