યુવકની છરીનાં ઘા ઝીંકી ઘાતકી હત્યા કરાતા ખળભળાટ

0
8

ભાવનગર,તા.૨૫
રાજ્યભરમાં દિવસેને દિવસે હત્યાઓના ગુનાઓમાં ઉત્તરોત્તર વધારો થઇ રહ્યો છે. આરોપીઓને જાણે પોલીસનો કોઇ ડર જ ના હોય તેમ એક પછી એક હત્યાઓ કરી રહ્યા છે. આવો જ એક આજે ભાવનગરના ભીકડા ગામે નોંધાયો છે. અહીં એક યુવકની છરી વડે કરપીણ હત્યા કરી દેવામાં આવી છે. પોલીસે આ મામલે ગુનો નોંધી તપાસ હાથ ધરી છે.
આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, ભાવનગરનાં સિદસર ૫ વારીયા નજીક યુવાન પર છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. ૨૪ કલાકમાં જિલ્લામાં હત્યાની બીજી ઘટના બનતા પોલીસ સહિત તંત્ર દોડતું થઇ ગયું હતું.
ભાવનગરના સીદસર ૨૫ વારીયા નજીક યોગીરાજસિંહ ગોહિલ નામના યુવક ઉપર છરીના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી છે. પોલીસની પ્રાથમિક માહિતી મુજબ મૃતકના સસરાને કોઈ સાથે ઝઘડો ચાલતો હતો તે યુવક ગુસ્સોમાં અંગત અદાવત સાથે આવ્યો હતો.
આ ઘટનામાં સસરાએ આ યુવતને ઘરે બોલાવ્યો હતો, તે દરમિયાન ઝઘડો થતાં યોગીરાજસિંહ વચ્ચે પડતાં ઝગડો કરનાર યુવક દ્વારા યોગીરાજસિંહ ઉપર છરી વડે હુમલો કરતાં મોત નિપજ્યું હતું. મૃતક યોગીરાજસિંહે ૨ માસ પહેલા લવ મેરેજ કર્યા હોવાનું કહેવાય છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY