૧૮૦૦ મહેસૂલી તલાટીઓની ભરતીને સરકાર લીલીઝંડી આપશે

0
205

ગાંધીનગર,
તા.૧૭/૪/૨૦૧૮

ગુજરાત રાજ્યની ગ્રામ પંચાયત દીઠ એક મહેસૂલી તલાટી નિમવાની રાજ્ય સરકાર દ્વારા નેમ વ્યકત કરવામાં આવી છે. આગામી દિવસોમાં ૧૮૦૦ જેટલા મહેસૂલી તલાટી વર્ગ-૩ની ભરતી કરવામાં આવનાર છે. ગુજરાત સરકારના ભરતીના નિયમોને આધીન કરવામાં આવશે. જેને વહીવટી મંજૂરી આપી દેવામાં આવી છે.

આ તમામ જગ્યાઓ ભરતી વખતે અનામતના ધારાધોરણ, બેકલોગની જગ્યાઓને અગ્રિમતા આપવાની રહેશે. આ મહેસૂલી તલાટી માટે નિયમાનુસાર કોમ્પ્યુટર કૌશલ્યની પરીક્ષા પાસ કરવી ફરજિયાત છે.

રાજ્ય સરકારનો મુખ્ય ઉદેશ્ય વર્તમાન સમયમાં મહેસૂલી વહીવટનો વ્યાપ ગ્રામ સ્તર સુધી વધારવાની સાથે મહેસૂલી સેવા ઝડપભેર મળી રહે તે હોવાનું જાણવા મળે છે. આ તમામ જગ્યાઓ ફિકસ પગારના ધારા-ધોરણથી ભરવામાં આવશે.

ગુજરાતના તમામ સ્થળે પ્રેસ પ્રતિનિધિ નિમવાના છે રસ ધરાવતા યુવક- યુવતીઓ સંપર્ક કરે. 7574888861

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY