ભાવનગર,તા.૮
શહેરના ઓમ પાર્ટી પ્લોટની સામે આવેલા રામદેવ પેટ્રોલિયમની પાસેથી પસાર થતી પીએનજી ગેસની લાઇનમાં બપોરના સમયે અગમ્ય કારણોસર લીક થતાં આગ લાગી હતી. આ આગ એટલી જોરદાર હતી કે ભાવનગર રાજકોટ હાઈવેને જોડતા મુખ્ય માર્ગ પર ટ્રાફિકજામ થઈ ગયો હતો. આ રોડ પરથી પસાર થતા નાના મોટા વાહનો અને લોકો ત્યાંથી પસાર થતાં પણ ડરતા હતાં. અહીં નજીકમાં જ પેટ્રોલ પંપ હોય મોટી દુર્ઘટના ઘટે તેવી દહેશત લોકોમાં ફેલાવવા લાગી હતી.
સમગ્ર ઘટનાની જાણ પોલીસને કરાતા પોલીસ કાફલો અને ફાયર સ્ટાફ ઘટનાસ્થળે પહોંચી ગયો હતો અને પરિસ્થિતિને કાબૂમાં લીધી હતી. બીજી તરફ આ બનાવના પગલે ગેસની પાઇપ લાઇનનો જેની પાસે કોન્ટ્રાક્ટ છે તેવી પૂજા કંપનીને જાણ કરવામાં આવતાં તેઓએ પાઇપલાઇનમાં જતાં ગેસનો વાલ્વ બંધ કરી દીધો હતો. જેથી આગ પર કાબૂ મેળવવામાં સફળતા મળી હતી. આ આગના કારણે કોઈ જાનમાલને નુકસાન પહોંચ્યું નથી. જાકે આગ લાગવાના કારણે અડધો કલાક માટે વાહન વ્યવહાર ખોરવાયો હતો.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




