પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે બ્રેઇલ વોટર સ્લીપ તૈયાર કરાઈ

0
6

ભાવનગર,તા.૧૬
આગામી લોકસભા ચૂંટણીમાં પ્રજ્ઞાચક્ષુ મતદારોને ખાસ પ્રકારની બ્રેઇલ લીપીમાં વોટર સ્લીપ આપવામાં આવશે જે ભાવનગરમાં તૈયાર થઈ છે. પ્રજ્ઞાચક્ષુ મતદારો માટે દેશભરમાં આ પ્રથમ પ્રયોગ છે તેમ જાણવા મળ્યું છે. પ્રજ્ઞાચક્ષ્š મતદારો મતદાન કરી શકે અને સાથે ગુપ્તતા જળવાઈ રહે તેવું ખાસ આયોજન ચૂંટણી પંચે કર્યું છે જેને આવકાર મળી રહ્યો છે. ચૂંટણીમાં કોઈ પણ નાગરિક પોતાના મતદાન અધિકારથી વંચિત ન રહી જાય એ માટે ચૂંટણી પંચ પ્રયત્નશીલ હોય છે. આથી દેશમાં યોજાવા જઇ રહેલી ૧૭મી લોકસભા ચૂંટણીથી લાખો પ્રજ્ઞાચક્ષ્š મતદારોને ધ્યાને લઇ નિર્ણય કરાયો છે. લોકસભા સામાન્ય ચૂંટણી ૨૦૧૯માં પ્રજ્ઞાચક્ષ્š મતદારોને ધ્યાને લઇ બ્રેઇલ લીપીમાં મતદાન સ્લીપ તૈયાર કરવામાં આવી છે. અખિલ ગુજરાત નેત્રહીન જાગૃત સંઘના પ્રમુખ લાભુભાઈ સોનાણીએ જણાવ્યું કે, દેશભરમાં આ પ્રથમ પ્રયોગ છે જેમાં ભાવનગરનું યોગદાન છે તે વિશેષ ગૌરવની વાત છે.
કૃષ્ણકુમારસિંહજી અંધઉદ્યોગ શાળા ભાવનગર ખાતે ચાલતા એલ.આઈ.સી ગોલ્ડન જ્યુબિલી ફાઉન્ડેશન બ્રેઇલ પ્રેસમાં રાજ્યની ૫૨ વિધાનસભા બેઠકના પ્રજ્ઞાચક્ષ્š ૭૭૭૬ મતદારોની બ્રેઇલ લીપીમાં વોટર સ્લીપ તૈયાર કરી ચૂંટણીપંચને સુપરત કરાઈ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY