૪૬૯ દારૂની બોટલ સાથે ત્રણ શખ્સો ઝડપાયા

0
9

મોરબી,તા.૧૬
ચૂંટણી ટાણે વાંકાનેર બાઉન્ટ્રી ટોલનાકા પાસેથી પોલીસે ૪ લાખની કિંમતનો વિદેશી દારૂ જપ્ત કરી કુલ ૧૧ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો છે. વાંકાનેર પોલીસ પેટ્રોલીંગમાં હતી. તે દરમિયાન આયસર ગાડીમાંથી ઈંગ્લીશની ૪૬૯ બોટલો મળી આવી હતી. જેની કિંમત અંદાજીત ૪ લાખ રૂપિયા જેવી છે.
જેથી પોલીસે આઈસર ટ્રક જીજે૦૬એક્સએક્સ૯૫૧૬, બલેનો ગાડી જીજે૦૫સીએફ૧૧૨, ૬ મોબાઈલ નંગ મળી કુલ ૧૧ લાખ રૂપિયાનો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. આ સાથે જ પોલીસે ૩ આરોપીની ધરપકડ કરી છે અને વધુ તપાસ હાથ ધરી છે.
આરોપીઓમાં બનેસંગ જારસીંગભાઈ ધેલડા, રહેવાસી-સુરત, ઈશ્વર જયંતી રાછડિયા, રહેવાસી-સુરત, મુકેશ મગનભાઈ પરમાર, રહેવાસી-જામનગર જિલ્લો, મનહરસિંહ હરીસિંહ જાદવ, રહેવાસી-રાજકોટ, સુરજ, રહેવાસી-સેલવાસનો સમાવેશ છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY