દહેજ-ઘોઘા રો-રો ફેરીનું વોયેજ સિમ્ફની શિપ દહેજ ખાતે આવી પહોંચ્યું.

0
215

દહેજ- ઘોઘા વચ્ચેની રોરો ફેરીમાં હવે કાર્ગો શીપ સામેલ થવા જઈ રહ્યું છે. જે હાલમાં દહેજ ખાતે આવી પહોંચ્યું છે. આ કાર્ગોને જ્યાં લાંગરવાનું છે ત્યાં હાલ ટેસ્ટીંગની કામગીરી હાથ ધરવામાં આવી છે. વોયેજ શિમ્ફની નામનું આ શીપ દહેજ ખાતે આવી પહોંચતાં આગામી ૨૭મી ઓક્ટોબરે મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે તેનું લોકાર્પણ કરવામાં આવશે.

ભરૂચના દહેજ ખાતે ખાતે પોન્ટુનમાં ખામી સર્જાયા બાદ 12 ઓક્ટોબરના રોજ મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે થનાર ઉદ્ઘાટન મોકૂફ રાખવામાં આવ્યું હતું.જે બાદ પ્રથમ વખત આજે રોરો ફેરી સર્વિસનું શીપ દહેજ પોર્ટ પર આવી પહોંચ્યું હતું. દહેજ પોર્ટ ખાતે આવી પહોંચેલા શીપને જોઈને કર્મચારીઓએ હર્ષોલ્લાસ સાથે આવકાર આપવા સાથે ફેરીના ફોટા પાડી આનંદ લૂંટયો હતો.આગામી 26 તારીખ સુધી ફેરીનું ટ્રાયલ ચાલુ રહેશે.જેમાં ફ્રીમાં વાહનોને લઇ જઇ ટ્રાયલ ચાલશે તેમ ફેરી સર્વિસના CEO દેવેન્દ્ર મનરાલે જણાવ્યું હતું.

રોપેક્ષ ફેરીના ટ્રાયલમાં કેટલો સમય થયો અને ક્યાં પ્રકારના પ્રથમ ટ્રાયલ અંગેના અનુભવો રહ્યા તે બાબત અંગે ફેરીના કેપ્ટન દ્વારા જણાવ્યું હતું. હવે ઉદ્દઘાટન પહેલાં રોપેક્ષ ફેરીની તમામ તૈયારીઓને આખરીઓપ આપી દેવામાં આવ્યો છે.

તેમજ ગુજરાતની જનતા હવે ૨૭મી ઓક્ટોબરે ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણી તેનું લોકર્પણ કરવા જઈ રહ્યા છે.ત્યારે ઘણાં સમયથી ફેરી સર્વિસનો લહાવો લેવા આતુર લોકોની આતુરતાનો અંત આવશે.

રિપોર્ટર:-અંકિતા પાટણવાડિયા
મો:-9904733000
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
Mo. 9978406923
PRESS card આપવામાં આવશે.

આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861

;

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY