ટગ બોટમાં બ્લાસ્ટ થતા ૩ ક્રુ મેમ્બર સાથે લીધી જળસમાધિ

0
6

ભાવનગર,તા.૨૧
ઘોઘાના દરિયાઇ વિસ્તારમાં આવેલા પિરમબેટ ટાપુ પાસે મધદરિયે વરૂણ નામની ટગ બોટમાં કોઇ કારણોસર બ્લાસ્ટ થયો હતો. બ્લાસ્ટ બાદ બોટ ડૂબવા લાગી હતી અને માત્ર ૪૭ સેકન્ડમાં જ આખી બોટે જળસમાધિ લઇ લીધી હતી. બોટમાં ૬ ક્રુ મેમ્બર સવાર હતા અને ત્રણને બચાવી લેવાયા છે અને ત્રણ ડૂબી ગયા હતા. જેની શોધખોળ ચાલું છે. આ બોટ અલંગથી પિરમબેટ ટાપુ આવતા શિપને એન્કરિંગ માટે આવતી હતી. વરૂણ ટગ શિપ એન્કરિંગ તેમજ શિપને ડીઝલ સપ્લાય કરવાનું કામ કરતી હતી. ઘટનાને પગલે જીએમબીના અધિકારીઓ દોડી ગયા હતા.
મળતી માહિતી મુજબ ભાવનગરના ઘોઘાના મધદરિયે આજ રોજ એક એમ.વી પોલ નામના જહાજને ડીઝલ અને બો‹ડગ કરવા વરૂણ નામના ટગમાં જતા હતાં તે દરમિયાન ઘટનાસ્થળે પહોંચતા કોઇ અગમ્ય કારણોસર ટગ ઓચિંતા ડૂબવા લાગ્યું હતું. એકાએક બ્લાસ્ટ થતા ટગમાં સવાર કુલ ૬ ક્રુ મેમ્બરો ડૂબ્યા હતા પણ બીજા ક્રુ મેમ્બરની મદદ દ્વારા કુલ ત્રણ ક્રુ મેમ્બરને બચાવી લેવાયા હતા. જ્યારે બીજા ૩ ક્રુ.મેમ્બરને હાલમાં મરીન પોલીસ અને સ્થાનિક માછીમારો દ્વારા શોધખોળ ચાલુ છે. જ્યારે આટલી મોટી ઘટના બની છતાં બચાવીને લાવતા ક્રુ.મેમ્બરની સારવાર માટેની કોઇ એમ્બ્યુલન્સ કે મરીન પોલીસ દ્વારા કોઇ વ્યવસ્થા કરવામાં નહીં આવતા ઇજાગ્રસ્ત ક્રુ.મેમ્બરને તાત્કાલિક સારવાર માટે ઓટો રિક્ષા અને પ્રાઇવેટ મોટરમાં લઇ જવામાં આવતા અધિકારીઓની વધુ બેદરકારી સામે આવી હતી

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY