ભાવનગર,તા.૨
તળાજાના મહુવામાં માઈનીંગનો વિવાદ ફરી ઉઠ્યો છે. ૧૦ ગામના ખેડૂતો અલ્ટ્રાટેક કંપનીના માઈનીંગનો વિરોધ કર્યો. પોલીસે કેટલાક ખેડૂતોને રોકવાનો પ્રયત્ન કર્યો હતો. ત્યારે ખેડૂતો અને પ્રદર્શનકારીઓએ પોલીસ કાફલા પર પથ્થરમારો કર્યો હતો.
એક અહેવાલ પ્રમાણે પોલીસ અને ખેડૂતો વચ્ચે ઉગ્ર ઘર્ષણ થયું. પોલીસે મહિલાઓ પર લાઠીચાર્જ કર્યો.
આ ઘટનાને પગલે પ્રદર્શનકારીઓ, ખેડૂતો અને પોલીસ સામ સામે આવી ગઇ હતી. પરિસ્થિતિને કાબૂમાં લેવા માટે પોલીસે ટીયરગેસના સેલ છોડવા પડ્યા હતા. ખેડૂતોએ અહીં ઉગ્ર પ્રદર્શન કરતા પોલીસ કાફલાની ગાડીઓ પર પથ્થરમારો કર્યો હતો.
તળાજાના મહુવામાં માઈનિંગનો વિવાદમાં ૧૩ ગામોની જમીન પંચાયતને પૂછ્યા વગર લીઝ પર આપવામાં આવી છે. લોક સુનાવણીમાં પણ પ્રોજેક્ટનો વિરોધ કરવામાં આવ્યો હતો. ખેડૂતો અને ખેત મજૂરો પોતાની ફળદ્રુપ જમીન બચાવવા માટે અગાઉ પણ વિરોધ કર્યું હતું. આ વિરોધમાં કોંગ્રેસના એમએલએ કનુ બારિયા અને કનુ કલસારિયા જાડાયા હતા. નીચા કોટડામાં કંપનીને સરકાર દ્વારા માઈનીંગની મંજૂરી આપી છે. માઈનીંગથી આસપાસના ખેડૂતોને નુકસાન થવાની ભીતિ છે. ખેડૂતો દ્વારા રજૂઆત કરવા છતાં કોઈપણ પ્રકારનો નિર્ણય ન લેવામાં આવતાં ખેડૂતો રોષે ભરાયા.
"વંદે માતરમ ,ભારત માતાકી જય"




