ભાવનગર,તા.૨૧
શહેરના આતાભાઈ રોડ પર આવેલા એક હુક્કાબારમાં પોલીસે દરોડા પાડ્યા હતા. પોલીસે પાડેલા દરોડામાં ચાર સગીર સહિત આઠ લોકોને હુક્કા પીતા રંગે હાથ ઝડપી પાડવામાં આવ્યા છે.
તો નીલમબાગ પોલીસે હુક્કાબારના સંચાલક વિરૂદ્ધ પણ ગુનો તેની અટકાયત કરી આગળની કાર્યવાહી હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે, હુક્કાબાર પર પ્રતિબંધ હોવા છતા ખાનગીમાં આ રીતે હુક્કાબાર ધમધમતા હોય છે. ત્યારે આ હુક્કાબાર કોની રહેમનજર હેઠળ ધમધમે છે તે પણ એક સવાલ છે.
આ મામલે મળતી જાણકારી અનુસાર,ભાવનગરની શહેર પોલીસે બાતમીના આધારે આતાભાઇ રોડ પર આવેલ એક હુક્કાબાર પર દરોડા પાડ્યા હતા. પોલીસને મળેલ આગોતરી જાણકારી મુજબ દરોડા પાડતા એક ગેરકાયદેસર રીતે ધમધમતા હુક્કાબારનો પર્દાફાશ થયો હતો.
નીલમબાગ પોલીસ દ્વારા પાડવામાં આવેલ આ દરોડામાં ૨ યુવકો હુક્કો પીતા પોલીસના હાથે રંગે ઝડપાય ગયા હતા. જા કે, આ મામલે પોલીસે બંન્ને યુવકો સહિત સંચાલકની અટકાયત કરીને પ્રાથમિક પૂછપરછ હાથ ધરી છે. આ સાથે આ હુક્કાબાર કોની રહેમ નજરે ચાલી રહ્યું હતું તે અંગેની પણ જાણકારી મેળવવા પોલીસે તપાસ હાથ ધરી છે.
આપને જણાવી દઇએ કે, આ પહેલા પણ ભાવનગર શહેરના વાઘાવાડી રોડ પર હોટેલ અવેજીકની અગાસી પર ચાલતા હુક્કાબારમાં પોલીસે દરોડા પાડયા હતાં. કુમળી વયના યુવક યુવતીઓને તમાકુ અને તેની ફ્લેવરના રવાડે ચઢવવા માટે અહીં હુક્કાબાર ચાલતું હતું.
(જી.એન.એસ)
જંગ એ ગુજરાત ના વેબ ન્યૂઝ પોર્ટલ માટે
માનદ પ્રતિનિધિ નિમવાના છે તો સંપર્ક કરો
MO. 9978406923
PRESS CARD આપવામાં આવશે.
આવતી કાલના સમાચાર પત્રો ના સંભવિત સમાચાર આજેજ નિહાળો.(રોજ રાત સુધી માં 100 થી વધુ સમાચાર માટે જોતા રહો)
www.jungegujarat.in
*જાહેરાત માટે સંપર્ક કરો
7574888861



"વંદે માતરમ ,ભારત માતાકી જય"



