ભાવનગરમાં લેડી સિંઘમ તરીકે પ્રખ્યાત પીઆઇ જે.એમ.ચાવડાને સસ્પેન્ડ કરાયા

0
20

ભાવનગર,તા.૩
શહેરમાં લેડી સિંઘમ તરીકે પ્રખ્યાત થયેલાં ભરતનગર પોલીસ સ્ટેશનમાં ફરજ બજાવતા મહિલા PI જે.એમ.ચાવડા સામે ઉચાપતનો ગુનો દાખલ થતાં સમગ્ર પોલીસ બેડામાં ચકચાર મચી છે આ ગુન્હામાં મહિલા પોલીસ અધિકારીની ધરપકડ કરાયા બાદ આજે તેને સસ્પેન્ડ કરાયા છે. ઉલલેખનિય છે કે, મહિલા PI સામે ૬૪૦૦ રૂપિયાની ઉચાપતની ફરિયાદ નોંધાઈ છે.
ભાવનગરનો ભરતનગર વિસ્તાર કે જે ગુન્હાખોરીનું હબ ગણાય છે. અહીં સતત બનતા ગંભીર ગુન્હાઓને લઇ રાજયના ગૃહ વિભાગને અહીં પોલીસ સ્ટેશન કાર્યરત કરવાની ફરજ પડી હતી તેમાં પ્રથમ મહિલા પોલીસ ઇન્સપેકટર તરીકે નિયુકત થઇ ગુન્હેગારોમાં લેડી સિંઘમ જેવી નામના મેળવી હતી. કાયદા પાલનના આગ્રહી એવા ભરતનગર પોલીસ સ્ટેશનમાં પોલીસ ઈન્સપેક્ટર જે.એમ.ચાવડા ટ્રાફિકના નિયમોને ભંગ કરનારને મેમો આપી દંડ વસુલ કરતાં હતા.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY