ફિલ્મ ‘રૂસ્તમ’ જેવો ઘાટઃ યુવકે દેશની સેવા કરવા માટે કરી જામીન અરજી

0
16

ભાવનગર,તા.૪
ફિલ્મ રૂસ્તમ જેવી કહાની ધરાવતા ભાવનગરના ‘રૂસ્તમ’ જીગર વ્યાસને દેશની સેવા કરવા માટે જામીન જાઈએ છે. જીગર વ્યાસે ગુજરાત હાઇકોર્ટમાં અરજી કરી છે કે મને જામીન આપો કારણ કે દેશને મારી જરૂર છે. આ સાથે તેણે આર્મી યુનિટમાંથી મળેલી સિદ્ધિઓ સંદર્ભે એક પત્ર પણ તેની સાથે ટાક્્યો છે. જીગર વ્યાસને જમ્મુ કાશ્મીરમાં વિવિધ એનકાઉન્ટરોમાં ૭ મેડલ મળ્યાં છે. આ ઉપરાંત આ આર્મીમેન એક સમયે એનએસજી કમાન્ડો હતો અને તેણે મુંબઇની તાજ હોટલમાં થયેલા આતંકી હુમલા દરમિયાન ફરજ બજાવી હતી.
જેવી રીતે ફિલ્મ રૂસ્તમમાં રૂસ્તમ પાવરી પોતાની પત્નીનાં પ્રેમીને સમજાવવા જાય છે અને ત્યાં તેની હત્યા કરી નાંખે છે. બાદમાં તે પોલીસ સમક્ષ હાજર થઇ જાય છે અને પોતે કરેલા ગુનાને સ્વીકારી લે છે. કોર્ટમાં આ કેસ ચાલે છે, જો કે રૂસ્તમ પાવરીને નિર્દોષ જાહેર કરવામાં આવે છે. તેવી જ રીતે ભાવનગરમાં પણ ૧૩ ફેબ્રુઆરી ૨૦૧૫નાં આવી ઘટના બની હતી.
આર્મીમેન જીગર વ્યાસે પોતાની પત્ની અને તેના પ્રેમી પર અંધાધૂંધ ફાયરિંગ કર્યું હતું. જેમાં પત્નીના પ્રેમીનું નગ્ન અવસ્થામાં જ મોત થયું હતું. પ્રેમી પાસે બચવાનો સમય પણ રહ્યો નહોતો. આ કેસમાં પણ આર્મીમેન પોલીસ સમક્ષ હાજર થઇ ગયો હતો. આ કેસમાં ૮ સપ્ટેમ્બર ૨૦૧૬ના રોજ ભાવનગર કોર્ટ દ્વારા ચૂકાદો સંભળાવવામાં આવ્યો હતો, જેમાં આર્મીમેનને દોષી જાહેર કરી આજીવન કેદની સજા ફટકારવામાં આવી છે. આ આર્મીમેન પત્ની અને પુત્રી સાથે ગૌરવપૂર્ણ જીવન ગુજારી રહ્યો હતો, પરંતુ આર્મીની નોકરી હોવાથી તે લાંબા સમય સુધી ઘરેથી બહાર ફરજ પર રહેતો હતો. તેણે પોતાના પરિવારની જવાબદારી એક મિત્રને સોંપી હતી અને એ મિત્રે જ તેના ઘરને લૂંટી લીધું હતું.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY