જૈશ-એ-મોહમ્મદનો આકા મસૂદ અઝહર જીવિત છે : પાકિસ્તાન મિડિયાનો દાવો

0
5

ન્યુ દિલ્હી,તા.૪
પાકિસ્તાની મીડિયાએ દાવો કર્યો છે કે મોસ્ટ વોન્ટેડ આતંકવાદી અને જૈશ-એ-મોહમ્મદનો આકા મસૂદ અઝહર જીવિત છે. આ વાતની પુષ્ટિ પાકિસ્તાનના એક અખબારમાં મસૂદ અઝહરના પરિવારના હવાલાથી કરવામાં આવી છે. પાકિસ્તાની ન્યૂઝ ચેનલોએ પણ મસૂદ અઝહરના મોતની ખબરને અફવા ગણાવી છે.
ભારત દ્વારા પાકિસ્તાનમાં એર સ્ટ્રાઇક કર્યા બાદ એવી ખબર આવી હતી કે જૈશ-એ-મોહમ્મદના આકા મસૂદ અઝહરની તબિયત ખરાબ થઇ ગઇ છે અને તેને રાવલપિંડીની મિલિટરી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. એ પછી રવિવારે સોશિયલ મીડિયામાં એવી ખબર વહેતી થઇ હતી કે મસૂદનું મોત થઇ ચુકવ્યું છે. આ ખબરને પાકિસ્તાની મીડિયાએ નકારી છે. જાકે હકીકત શું છે એ વિશે હજુ કોઇ અધકૃત સ્પષ્ટતા થઇ નથી.
પાકિસ્તાની ન્યૂઝ ચેનલે સંસદ હુમલાના મુખ્ય આરોપી મસૂદ અઝહરના પરિવારના નિકટના સૂત્રોનો હવાલો આપીને કહ્યું કે મસૂદ હજુ જીવિત છે. જાકે તેની તબિયત કેવી છે એ વિશે હજુ કોઇ ખબર મળી નથી. પાકિસ્તાની સરકારે પણ મસૂદ અઝહર મામલે ચૂપકીદી સેવી રાખી છે.

"વંદે માતરમ ,ભારત માતાકી જય"

LEAVE A REPLY